– લોકડાઉન ન હોત તો ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 8 લાખને પાર પહોંચી ગઈ હતો : સ્વાસ્થ્ય મંત્રાલય
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 8000 ને પાર પહોંચી ગઈ છે.આરોગ્ય મંત્રાલયના જણાવેલા આંકડા અનુસાર દેશમાં કુલ 8356 લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે.તેમાંથી 715 લોકોની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે.જ્યારે 273 લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.આ રીતે હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7367 છે.
દેશમાં કોરોનાના પ્રકોપના કારણે લોકડાઉન વધુ બે સપ્તાહ લંબાવવા અંગે ચર્ચા થઈ રહી છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૩૮નાં મોત નીપજ્યાં હતા અને ૮૧૦ નવા કેસ નોંધાયા હતા. બીજીબાજુ સ્વાસ્થ્ય મંત્રાલયે લોકડાઉનની તરફેણ કરતાં જણાવ્યું હતું કે દેશમાં જો લોકડાઉનનો અમલ ન થયો હોત કોરોનાના કેસોની સંખ્યા ૮.૨૦ લાખથી વધુ થઈ ગઈ હોત. લોકડાઉનના કારણે આપણે દેશમાં કોરોનાના કેસની સંખ્યા ૮,૦૦૦ સુધી મર્યાદિત રાખી શક્યા છીએ.
સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ૭,૫૨૯ થઈ છે જ્યારે ૨૪૨નાં મોત નીપજ્યાં છે.દેશમાં અત્યાર સુધીમાં ૧.૭ લાખ લોકોના ટેસ્ટ કરાયા છે.મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં શનિવારે બપોર સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૦૩૫ નવા કેસ નોંધાયા હતા અને ૪૦ના મોત નીપજ્યાં હતા.જોકે, પીટીઆઈની રાજ્યવાર ટેલી મુજબ શનિવારે દેશમાં ૮,૩૨૦ કેસ નોંધાયા હતા અને ૨૮૭ લોકોનાં મોત નીપજ્યાં હતા. પીટીઆઈની ટેલી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૮૧૦ નવા કેસ નોંધાયા છે અને ૩૮ મોત નીપજ્યાં છે.૮૦૦થી વધુ લોકો સાજા થયા છે,જેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
મહારાષ્ટ્ર, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં નવા કેસ નોંધાયા હતા.મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૭૬૧ થઈ ગઈ છે,જેમાં એકલા મુંબઈમાં ૧૧૦૦ કેસ નોંધાયા છે અને ૧૨૭નાં મોત નીપજ્યાં છે જ્યારે દિલ્હીમાં પણ કોરોના કેસનો આંકડો ૧,૦૦૦ને પાર થઈ ગયો છે.
દિલ્હી માટે રાહતની બાબત એટલી છે કે ત્યાં મૃત્યુઆંક માત્ર ૧૯ છે. એ જ સ્થિતિ તામિલનાડુમાં છે.ત્યાં કુલ કેસ ૯૬૯ થયા છે જ્યારે મૃત્યુઆંક ૧૧ છે. દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિના પગલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ૩૦મી એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું છે.જોકે, ઠાકરેએ જણાવ્યું હતું કે ચોક્કસ વિસ્તારોમાં લોકડાઉનમાં આંશિક રાહત આપવામાં આવી શકે છે.
દરમિયાન દેશમાં લોકડાઉન ન હોત તો કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૮ લાખને પાર હોત તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.આઈસીએમઆરના એક આંતરિક અભ્યાસ મુજબ દેશમાં લોકડાઉન અને કન્ટેનમેન્ટ પ્લાનનો અમલ ન થયો હોત તો આખા દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા લાખોમાં પહોંચી જાત.
ભારતની સ્થિતિ ઈટાલી, ઈરાન અને અમેરિકા જેવી હોત.આસીએમઆરના અભ્યાસ મુજબ એક સંક્રમિત વ્યક્તિ એક મહિનામાં ૪૦૦થી વધુ લોકોને સંક્રમિત કરી શકે છે.આ અભ્યાસના આધારે એક પ્રોજેક્શન તૈયાર કરાયું હતું, જે મુજબ દેશમાં લોકડાઉન ન કરાયું હોત તો ૧૦મી એપ્રિલ સુધીમાં ૨,૦૮,૫૪૪ લોકો કોરોનાથી સંક્રમિત થઈ જાત જ્યારે ૧૫ એપ્રિલ સુધીમાં આ આંકડો ૮ લાખ ૨૦ હજારને પાર થઈ ગયો હોત.લોકડાઉનના કારણે જ દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૮,૦૦૦ સુધી મર્યાદિત રાખી શકાઈ છે તેમ મંત્રાલયે જણાવ્યું હતું.
ભારતમાં કોરોના વાયરસે છેલ્લા 24 કલાકમાં 34 લોકોના જીવ લઈ લીધા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે સવારે જારી કરેલા આંકડામાં આ જાણકારી આપી છે.આ દરમિયાન 909 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.દેશમાં હવે કોરોના વાયરસના કુલ 8356 કન્ફર્મ મામલા છે,જ્યારે એક્ટિવ કેસ 7367 છે.અત્યાર સુધી કોવિડ-19ની મહામારીને કારણે 273 લોકોના મોત થયા છે. તો સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થનારની સંખ્યા 716 છે.
મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ સૌથી વધુ પ્રભાવિત
હેલ્થ મિનિસ્ટ્રીના આંકડા પ્રમાણે, દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત છે.અહીં કુલ કન્ફર્મ કેસોની સંખ્યા 1761 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 127 લોકોના મોત થયા છે.ત્યારબાદ સૌથી વધુ કેસ દિલ્હીમાં છે,જ્યાં 1069 મામલા સામે આવ્યા છે.દિલ્હીમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા છે.તમિલનાડુમાં અત્યાર સુધી 969 કેસ સામે આવ્યા અને 10 લોકોના મોત થયા છે.રાજસ્થાનમાં 700, મધ્યપ્રદેશમાં 532 અને તેલંગણામાં 504 કન્ફર્મ કેસ છે.
લૉકડાઉન પર થઈ શકે છે નિર્ણય
કોરોના સંક્રમણને રોકવાની એક રીત લૉકડાઉન છે. ભારતે 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી જે 14 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યું છે.તેવી સંભાવના છે કે લૉકડાઉનનો બીજો તબક્કો 30 એપ્રિલ સુધી ચાલશે.કેટલાક રાજ્યોએ લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે.પરંતુ કેન્દ્ર સરકારે હજુ કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી.શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે,જો આપણે લૉકડાઉનના પગલાંને ન ભર્યું હોત તો 15 એપ્રિલ સુધી દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ મામલાની સંખ્યા 8.2 લાખ સુધી પહોંચી હોત.
આ રાજ્યોમાં 30 એપ્રિલ સુધી લૉકડાઉન
તેલંગણા
મહારાષ્ટ્ર
પંજાબ
ઓડિશા
કર્ણાટક
પશ્ચિમ બંગાળ
પીએમે કહ્યું,’જાન ભી, જહાન ભી’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુખ્યપ્રધાનોની સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી.ત્રણ સપ્તાહ પહેલા તેમણે રાષ્ટ્રના નામે સંબોધનમાં ‘જાન હે તો જહાન હે’નો સંદેશ આપ્યો હતો.આ વખતે પીએમે ‘જાન હે તો જહાન હે’ની જગ્યાએ આ વખતે ‘જાન ભી, જહાન ભી’નો સંદેશ આપ્યો હતો.સંભવ છે કે તે લૉકડાઉન વધારવાનો ઇશારો હોય.બની શકે કે વડાપ્રધાન નવી રણનીતિ અપનાવતા દિશા-નિર્દેશો જારી કરે.હવે સરકારનું ફોકસ જીવ બચાવવાની સાથે લૉકડાઉનને કારણે ઠંડા પડી ચુલેલા કારખાના,ઉદ્યોગો અને સરકારી અને ખાનગી ઓફિસોને કેટલિક શરતો સાથે ખોલવા પર હશે.