– કરાચીમાં પોલીસ પર હુમલો
– નમાઝ બંધ કરાવવા ગયેલી મહિલા પોલીસને બાનમાં લીધી, મસ્જિદ સંચાલકો સામે એન્ટીટેરર એક્ટ અંતર્ગત કેસ
કરાચી,
પાકિસ્તાનમાં પણ ભારતની જેમ કોરોના વાઇરસની મહામારી ફેલાઇ છે.આ પરિસ્થિતિ વચ્ચે લોકોને એક તરફ પાકિસ્તાનની ઇમરાન ખાનની સરકાર ઘરોમાં રહેવાની સલાહ આપી રહી છે જ્યારે બીજી તરફ પાકિસ્તાનના જ રાષ્ટ્રપતિ આરિફ આલ્વીએ શુક્રવારે નમાઝ પઢી હતી.જોકે આ દરમિયાન તેઓએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કર્યો હતો.અને ભીડમાં એકઠા થઇને નમાઝ પઢી હતી.બીજી તરફ અહીં એક મહિલા પોલીસે લોકોને શુક્રવારની નમાઝ પઢતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો તો લોકોએ આ મહિલા પોલીસ પર હુમલો કરી દીધો હતો.
કરાચીના પિરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઓફિસર શરાફત ખાન પોતાના સ્ટાફ સાથે પોતાના વિસ્તારમાં આવેલી એક મસ્જિદ પર પહોંચી ગયા હતા.અહીં મોટી સંખ્યામાં લોકો નમાઝ માટે એકઠા થયા હતા.પહેલા શરાફતે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કહ્યું હતું તેમજ નમાઝ અદા ન કરવાની અપીલ કરી હતી.
જોકે નમાઝ માટે એકઠા થયેલા ટોળાએ બાદમાં આ મહિલા પોલીસ અધિકારીને ઘેરી લીધી હતી અને બાનમાં લીધી હતી.આ સમગ્ર ઘટના ત્યાં હાજર કોઇએ મોબાઇલના કેમેરાથી કેદ કરી લીધી હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર બાદમાં વાઇરલ થઇ રહ્યો છે.આ ઘટનાની ભારે ટીકા પણ થઇ રહી છે.
આ વીડિયોમાં શરાફત ખાન કહી રહ્યા છે કે તમે મારો કાચ તોડી નાખ્યો છે અને સાથે મને બાનમાં લેવાનો પ્રયાસ પણ કર્યો છે.આ મામલે તમારી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવશે.પોલીસે મસ્જિદના સંચાલકો અને અજાણ્યા શખ્સોની વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો છે,જે આરોપો લગાવવામાં આવ્યા છે તેમાં એન્ટી ટેરેરિઝમ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે.