વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10 વાગે દેશને સંબોધશે

291

નવી દિલ્હીઃ મંગળવાર એટલે કે 14 એપ્રિલે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનો છેલ્લો દિવસ છે.સમગ્ર દેશવાસીઓ આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે કે શું આ લૉકડાઉનને લંબાવવામાં આવશે કે પછી તેમાં આંશિક છૂટ આપવામાં આવશે.આ દરમિયાન સોમવારે વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી જાણકારી આપવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર સવારે 10 વાગ્યે દેશવાસીઓને સંબોધશે.

નોંધનીય છે કે,21 દિવસનો કાલે છેલ્લો દિવસ છે.કોરોનાના સતત વધી રહેલા કેસોને જોતાં લૉકડાઉન લંબાવાય તેવું લગભગ નક્કી માનવામાં આવે છે. વડાપ્રધાને તેના સંકેત પણ આપ્યા છે.જોકે,હજુ સુધી તેઓએ આ બાબતે દેશને સંબોધિત નથી કર્યું.

એવું માનવામાં આવી રહ્યું હતું કે પીએમ મોદી આજે રાત્રે દેશવાસીઓને સંબોધિત કરી શકે છે પરંતુ હવે સત્તાવાર રીતે મંગળવાર સવારે પીએમ મોદી દેશને સંબોધિત કરશે એવું જણાવવામાં આવ્યું છે.

લૉકડાઉનના બીજા ચરણમાં કેટલીક છૂટની શક્યતા,સરકારનો આ છે પ્લાન

પીએમ મોદીએ શનિવારે મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત બાદ,જાન ભી,જહાન ભી’ની વાત કહીને સ્પ્ષ્ટ કરી દીધું કે તેઓ કોરોના વાયરસથી લોકોના જીવ બચાવવાની સાથે જ તેમની આજીવિકા અને અર્થવયવસ્થાને પણ બચાવવા માંગે છે.એવામાં લૉકડાઉનને હવે ચરણબદ્ધ રીતે હટાવવામાં આવશે.સરકારી સૂત્રોએ સોમવારે જણાવ્યું કે લૉકડાઉન 2.0ને પૂર્ણ લૉકડાઉનના રૂપમાં ન જોઈ શકાય, કારણ કે સરકાર કેટલાક આર્થિક કામકાજને શરૂ કરવાની છૂટ આપવાનો વિચાર કરી રહી છે.બીજી તરફ, સરકારી સૂત્રોએ સોમવારે જણાવ્યું કે, લૉકડાઉન 2.0ને પૂર્ણ લૉકડાઉન તરીકે નહીં જોઈ શકાય,કારણ કે સરકાર કેટલાક આર્થિક કામકાજને શરૂ કરવાની છૂટ આપવાનું વિચારી રહી છે.

Share Now