રાજ્યમાં કરોના કહેરની વચ્ચે દિવસેને દિવસે પોઝિટીવ કેસોની સંખ્યા વધતી જ જાય છે.આજે ગુજરાતમાં 22 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 2 લોકોનું કોરોનાના કારણે મોત થયું છે અને 3 લોકોએ કોરોના સામેની લડાઈમાં જંગ જીતી ગયા છે.રાજ્યના 20 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે.
ગુજરાતમાં કોરોના અંગે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું હતું કે,રાજ્યમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 13, સુરતમાં 5, બનાસકાંઠામાં 2 અને આણંદ-વડોદરામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે.આ સાથે જ રાજ્યમાં કુલ 538 પોઝિટિવ કેસ થયા છે.જ્યારે કુલ 26 દર્દીના મોત નીપજ્યાં છે તો 47 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે,કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની વાત કરીએ તો 4 લોકો વેન્ટીલેન્ટર પર છે.461 લોકો સ્ટેબલ છે.47 લોકોને ડીસ્ચાર્જ કરીને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે.જ્યારે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 26 થયો છે.રાજ્યમાં કુલ 538 પોઝિટિવ કેસ થયા છે.બે દર્દીના મોત થતાં કુલ મૃત્યાંક 26 થયો છે.જ્યારે 47 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 45 પોઝિટિવ, 1945 નેગેટિવ આવ્યા છે.જ્યારે 273 ટેસ્ટ પેન્ડિંગ છે.