સુરત : સુરતના કૈલાશનગર ગરબા ચોક ખાતે છેલ્લા પંદર દિવસ કરતા વધુ લોકડાઉનના સમયમાં નિરંતર વિવિધ સેવા કાર્યો સ્થાનિક સાંઈ યુવક મંડળના સેવકો દ્વારા કરાય રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન અંગે જાહેરાત કરી હતી ત્યારથી સાંઈ યુવક મંડળએ દૃઢ સંકલ્પ લઈ સામાજિક સેવાનું બીડું ઉપાડ્યું છે.જે હાલમાં પણ કાર્યરત છે.જેમાં ખાસ કરીને જરુરિયાત મંદ ગરીબો અને સરકારી કર્મચારીઓને દૈનિક ધોરણે ફૂડ પેકેટ્સ અને છાશ તથા ચાહ પાણી જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે.
આ અંગે સાંઈ મંડળના સામાજિક કાર્યકર્તા અને સભ્ય હેમંત રાવલે માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીજી એ લોકડાઉન જાહર કર્યું ત્યારથી જ સુરત શહેર સાઈ યુવક મંડળ દ્વારા સેવાલક્ષી કામગીરી તમામ સાંઈ ભક્તો અને સેવકોના માધ્યમથી પાર પાડવામાં આવી રહી છે.મંડળ દ્વારા આ ઉપરાંત તકેદારી અને સરકારી ગાઈડલાઈનને અનુસરી ચુસ્તતાપૂર્વક આ સેવા યજ્ઞ આગળ વધારવામાં આવ્યો છે.મંડળના તમામ સેવકો માસ્ક સેનિટાઇઝર ગ્લોવ્ઝનો ઉપયોગ કરી માનવીય ધોરણે ફૂડ પેકેટ્સથી લઈ જીવનજરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ પણ કરી રહ્યા છે.સાંઈ સેવા મંડળ દ્વારા છેલ્લા બે દિવસથી સતત કૈલાશ નગર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ટ્રેકટર મારફતે સૅનેટાઇઝ કરવામાં સ્વયં સેવકો ખડે પગે સેવાકાર્ય કરી રહ્યા છે.
અંતે તેમને જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારી સામે લડવા અને રાજ્ય સરકાર સહીત તમામ તંત્રોને સહાયરૂપ બનવા તમામ સાંઈ સેવકો તત્પર છે અને દ્રઢ સંકલ્પથી કોરોના મહામારી સામે સરકાર સાથે એકજુથ થઈ સેવા સહકાર આપવા પણ તૈયાર છે.
આ સમગ્ર લોકડાઉનના સમયે સુરત શહેર સાંઈ યુવક મંડળ ટ્રસ્ટના સેવાકાર્યમાં હેમંત રાવલ સહીત દર્શન સોરઠીયા,મયંકભાઇ,કલપેશભાઈ સોરઠીયા,ધ્રુવ ભાઈ,દેવેશભાઈ સોરઠીયા અને તમામ મંડળના સાંઈ ભક્તોએ ઉમદા સહયોગ આપી સેવાકાર્યને આગળ ધપાવી રહ્યા છે.