સુરત : કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધતો જ જાય છે.જેને લઈને પ્રધાન મંત્રી મોદી ધ્વારા લોકડાઉન લંબાવીને ૩ મે સુધી રાખવામાં આવ્યું છે.આ બધા વચ્ચે શહેરમાં ગતરોજ ૯ કેસ પોઝીટીવ આવ્યા હતા. અને આ અત્યાર સુધીમાં પ્રથમવાર બન્યું છે.ત્યારે હવે વધુ ૩ કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.જેથી હવે શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 43 પર પહોચી ગઈ છે.પ્ર
ધાનમંત્રીમોદી ધ્વારા કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને લોકડાઉન વધારીને ૩ મે સુધી રાખવામાં આવ્યું છે.ત્યારે સુરત શહેરમાં કોરોના પોતાનો સંકંજો બરાબર કસી રહી છે. દિવસેને દિવસે પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.જેને લઈને વહીવટી તંત્રપણ ચિંતામાં મુકાયું છે.શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ પોઝિટિવ આવ્યા બાદ ગતરોજ પ્રથમવાર એવું બન્યું કે માત્ર એક જ દિવસમાં 9 કેસ પોઝીટીવ આવ્યા હતા.
આજે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે.જેથી કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 43 પર પહોચી ગઈ છે.આ પોઝિટિવ કેસોને જોતા શહેરમાં કોરોના હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોચી ગયો હતો તેવું લગી રહ્યું છે પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં લઈને તંત્ર પણ હરકતમાં આવ્યું છે.અને પોઝિટિવ કેસો વાળા વિસ્તારમાં દવા છંટકાવ સાથે સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવા સાથે આ વિસ્તારનાં લોકોના મેડીકલ ચેકઅપ અને કોરોના રીપોર્ટ કાઢવાની શરુઆત કરી છે.આ
જે પોઝિટિવ આવેલા ૩ કેસોની જો વાત કરીએ તો રિંગરોડ વિસ્તારમાં માનદરવાજા ટેનામેન્ટમાં રહેતા 60 વર્ષીય નિર્મલાબેન શાંતિલાલ રાણાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.રામપુરામાં રહેતા 42 વર્ષીય મહમ્મદ અમિન અંસારીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ગાર્ડન મીલમાં રહેતા 38 વર્ષીય મુબારક પટેલનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેથી ત્રણેયને કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જ્યારે આ ત્રણેયના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.લોખાત હોસ્પિટલના મહિલા સહીત 2 હેલ્થ વર્કર અને લોખાત હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા 1નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જયારે કોમ્યુનિટી સેમ્પલના રિપોર્ટમાં 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન ફેલાઈ રહ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું.તમામ પોઝિટિવ દર્દીઓને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.સોમવાર સુધી સુરતમાં 353 શંકાસ્પદ દર્દીઓ ( કોમ્યુનિટી સેમ્પલ સિવાયના) સામે આવી ચુક્યા છે જે પૈકી 316નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે 40નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 4ના રિપોર્ટ આવવાના બાકી છે.
સુરત શહેર અને જિલ્લો મળી અત્યાર સુધીમાં કુલ 43 કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે.સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસની હાજરી બાદ શહેરને 3 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે.રેડ ઝોનમાં જ્યાં સહુથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ છે એ રાંદેર -ગોરાટ ,બેગમપુરા, ઝાંપાબજાર અને લોખાત હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લોખાત હોસ્પિટલમાં કામ કરતા 3 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલને ક્લસ્ટર કવોરન્ટીન કરવામાં આવી છે.યલો ઝોનમાં જ્યાંથી કેસ બહાર આવ્યા છે પણ રેડ ઝોન જેટલી સંખ્યા નથી એ વિસ્તારો છે.જ્યારે શહેરના અન્ય વિસ્તારો ગ્રીન ઝોનમાં મુકવામાં આવ્યા છે.કોમ્યુનિટી સેમ્પલ પણ ઝોન વિભાજનના આધારે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.


