ખેડૂતો માટે ખુશખબર, ખૂલી જશે માર્કેટયાર્ડે પણ આ રહેશે શરતો

283

કોરોના સંકટ વચ્ચે લોકડાઉન વધારવામાં આવ્યું છે(farmer) ત્યારે રાજ્યના ખેડૂતોના હિતમાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતાં આવતીકાલથી અથવા સ્થાનિક પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્કેટયાર્ડ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.જો કે (farmer) માર્કેટયાર્ડમાં વધુ પ્રમાણમાં ખેડૂતો કે વેપારીઓ ધસી ન આવે તે માટે કોરોના વાયરસ સામે જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ તકેદારી રાખવાનું સુચન કરાયું છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે માહિતી આપતાં જણાવ્યું

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે માહિતી આપતાં જણાવ્યું કે નક્કી કરાયેલી યાદી મુજબ માર્કેટયાર્ડમાં જણસીની ખરીદી કરાશે.તે મુજબ જિલ્લા સ્તરે એક સમિતિ બનાવવામાં આવી છે જેઓ કયો પાક ક્યારે ખરીદવો તે અંગેની નીતિ તૈયાર કરશે.માર્કેટયાર્ડમાં પાક વેચવા માટે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને તેના આધારે જ તારીખ,સમય નક્કી કરાશે જેની જાણ ખેડૂતોને પણ કરવામાં આવશે.રજિસ્ટ્રેશન બાદ ખેડૂતોનો માલ વેપારીઓ ખેતર પર જઈને પણ સીધો ખરીદી શકે છે.અશ્વિનીકુમારે ભાર આપતાં જણાવ્યું કે ખેડૂતોએ શિસ્તબદ્ધ રીતે પોતાનો માલ વેચે તે જરૂરી છે.સાથે જ ખેડૂતોને પૂરતાં ભાવ મળી રહે તેનું પણ ધ્યાન સરકાર રાખશે તેમ કહ્યું છે.

Share Now