-સુરતમાં કોરોના પોઝિટિવનો આંકડો 63 પર પહોંચી ગયો છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ પાંચના મોત થયા છે.જ્યારે 8 દર્દીઓ સાજા થઈ ગયા છે.
સુરત મ્યુનિ.વિસ્તારમાં કોરોનાના દસ કલસ્ટર જાહેર કરાયા બાદ કોરોનાના દર્દીને ઓળખી કાઢવા માટે કોમ્યુટનીટી સેમ્પલ લેવાની કામગીરી વધુ આક્રમક બનાવી દેવામા આવી હતી. જેના કારણે છેલ્લા બે દિવસમાં જ સુરતમાં 38 કોરોનાના કેસ પોઝીટીવ મળ્યા છે જેમાં સૌથી વધુ લિંબાયતના કેસ મળ્યા છે.
લિંબાયત ઝોનમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટ કોરના માટે બોમ્બ સાબિત થયો છે.આજે સવારે 10 વાગ્યા સુધીમા 22 કેસ મળ્યા તેમાંથી 14 દર્દીઓ તો માન દરવાજા ટેનામેન્ટના રહીશો જ જોવા મળ્યા છે. સુરતમાં કાલે એક જ દિવસમાં 16 કેસ મળતાં લોકોમાં ગભરાટ હતો તો બીજી તરફ સુરત મ્યુનિ. બન્છાનિધિ પાનીએ કહ્યું હતું. કોમ્યુનીટી સેમ્પલ અને ટ્રેસીંગ કોન્ટેક્ટ શોધીને સેમ્પલ લેવાની કામગીરી સઘન બનાવી છે. તેથી આગામી દિવસોમાં વધુ પોઝીટીવ દર્દી મળી શકે છે. દરમિયાન ગઈકાલે રાતથી આજે સવાર સુધીમાં ટેસ્ટીંગ શરૂ કરતાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં સુરતમાં પોઝીટીવ દર્દી 22 મળી આવતાં સુરતમાં કોરોના પોઝીટીવની સંખ્યા 83 ઉપર પહોંચી ગઈ છે.
સુરતમાં આજે જે 22 કેસ મળ્યા તેમાંથી 18 કેસ માત્ર લિંબાયત ઝોનમાં અને તેમાં પણ માન દરવાજા ટેનામેન્ટમાં રહેતાં 14 લોકોમાં કોરોના પોઝીટીવ મળી આવ્યો છે. જ્યારે બાકીના ચાર કેસ સેન્ટ્રલ ઝોન જેને પણ રેડ ઝોન જાહેર કરવામા આવ્યો છે તેમાંથી મળ્યા છે. મ્યુનિ.તંત્રએ સેન્ટ્રલ અને લિંબાયત બન્નેના જે વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામા આવ્યો છે. તે વિસ્તારમાં કોમ્યુનીટી સેમ્પલમાં વધારો કરતાં એક સાથે 22 કેસ મળી આવતાં લોકોમાં ગભરાટનો માહોલ છે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસ ખૂબજ ઝડપથી વધી રહ્યાં છે.સુરતમાં વધુ 9 કેસ નોંધાતા આજે કોરોનાના કુલ 17 કેસ નોંધાયા છે.આ સાથેજ સુરતમાં સંક્રમિતોની સંખ્યા 63 પર પહોંચી ગઈ છે.જ્યારે નર્મદા જિલ્લામાં પણ કોરોનાએ પગપેસાર કરી દીધો છે.અત્યાર સુધી રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 718 થઈ છે.અત્યાર સુધીમાં થઈ ચુક્યા છે. 30 લોકોના મોત થયા છે.
સુરતમાં કોરોના પોઝિટિવનો આંકડો 63 પર પહોંચી ગયો છે.શહેરના 61 અને જિલ્લાના બે મળી કુલ 63 કેસ થયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ પાંચના મોત થયા છે અને 8 દર્દીઓ સાજા થઈ ગયા છે.
રાજ્યના 33માંથી 22 જિલ્લામાં કોરોનાનો પગપેંસારો કર્યો છે.નર્મદા જિલ્લામાં બે કેસ પોઝીટીવ આવ્યા છે.જેમાં ગરુડેશ્વર અને ડેડીયાપાડામાં એક-એક કેસ નોંધાયા છે.ગરુડેશ્વર ના એક વ્યક્તિ 26 વર્ષ અને ડેડીયાપાડા ના એક મહિલા 60 વર્ષ નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ છે.
16 એપ્રિલ સવારે 10 વાગ્યા સુધીમાં સુરતમાં 22 પોઝીટીવ કેસ
ક્રમ નામ ઉંમર એડ્રેસ
(1) હરીશચંદ્ર નટરવરલાલ રાણા
(2)શબનમ અબ્દુલ
50
27 માન દરવાજા ટેનામેન્ટ, લિંબાયત
મીઠી ખાડી, આઝાદ નગર લિંબાયત
(3) અંજલી મહેન્દ્ર જયસ્વાલ
17 મીઠી ખાડી, આઝાદ નગર,લિંબાયત
(4)શહેઝાદ સમસુદ્દીન
22
સૈયદપુરા, સોસા, મહોલ્લો,સેન્ટ્રલ ઝોન
(5)પ્રિયદર્શની રાણા
20
ધામલાવાડ,સેન્ટ્રલ ઝોન
(6) શહિસ્થા હમીદ શેક
20
અકબર સઈદનો ટેકરો, રૃસ્તમપુરા,સેન્ટ્રલ ઝોન
(7)કુસુમ શાંતિલાલ ટાણાવાલા
72
ધામલાવાડ, સેન્ટ્રલ ઝોન
(8)સોદીમ હુસેન
20
સૈયદવાડા, ઈશાદી મસ્જીદ,સેન્ટ્રલ ઝોન
(9)ઈન્દુબેન મીટાલાલ
63
માન દરવાજા ટેનામેન્ટ,લિંબાયત
(10)કલ્યાણી જયેશ રાણા
38
માન દરવાજા ટેનામેન્ટ,લિંબાયત
(11)નિરૂબેન રાણા
60
માન દરવાજા ટેનામેન્ટ લિંબાયત
(12)મનસુખ રાણા
60
માન દરવાજા ટેનામેન્ટ,લિંબાયત
(13)ઉષા રાણા
52
માન દરવાજા ટેનામેન્ટ,લિંબાયત
(14)મનુબેન ભગવાનભાઈ
68
માન દરવાજા ટેનામેન્ટ,લિંબાયત
(15)હંસાબેન કિનારીવાલા
68
માન દરવાજા ટેનામેન્ટ,લિંબાયત
(16)સરોજબેન મહેશભાઈ
50 માન દરવાજા ટેનામેન્ટ,લિંબાયત
(17)અલ્પાબેન રાણા
28
માન દરવાજા ટેનામેન્ટ,લિંબાયત
(18)સરસ્વતિબેન નાનુભાઈ
74
માન દરવાજા ટેનામેન્ટ,લિંબાયત
(19)રમેશ રાણા
54
માન દરવાજા ટેનામેન્ટ,લિંબાયત
(20)સુષાન્ત સહદેવ
27
માન દરવાજા ટેનામેન્ટ,લિંબાયત
(21)જીતુ પ્રધાન
27
માન દરવાજા ટેનામેન્ટ,લિંબાયત