– કેન્દ્રની ગાઇડ લાઇન મુજબ જ છુટછાટ અપાશેઃ આજે ગમે ત્યારે જાહેરાત : અટવાઇ ગયેલા લોકોને ઘરે પહોચાડવા જરૂરિયાતના આધારે મંજૂરી અપાશે
નવી દિલ્હી,તા.૧૬: બુધવારે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે લોકડાઉન વચ્ચે કેટલીક જરૂરી સેવાઓમાં છૂટ માટેની ગાઈડલાઈન્સ જાહેર કરી.આ સેવાઓમાં ગ્રામીણ વિસ્તારમાં રહેલી ઈન્ડસ્ટ્રીઓને ૨૦ એપ્રિલથી ખોલવાની છૂટ અપાઈ છે.ઈન્ડસ્ટ્રીઓને જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી સોશિયલ ડિસ્ટન્સિંગ,સેનિટાઈઝેશન, મજૂરોનું કામ અને સ્વચ્છતા જોયા બાદ જ મંજૂરી આપવામાં આવશે.
GOIની ગાઈડલાઈન્સ મુજબ, NAFED માટે સ્ટેટ સિવિલ સપ્લાયની જગ્યાએ હવે GUJCOMASOL દ્વારા ચણા અને દાળની ખરીદી કરવામાં આવશે.જયારે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી સિલિવ સપ્લાય દ્વારા ઘઉંની ખરીદી કરવામાં આવશે.૨૧મી એપ્રિલથી APMC અને ખાતર તથા બિયારણો વેચતી દુકાનો ખુલ્લી રાબેતા મુજબ ખુલ્લી રાખવામાં આવશે.ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના રાજયભરમાં ૨૧૨ ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ છે.તેમાંથી ગ્રામીણ વિસ્તારમાં આવેલા એસ્ટેટને ખુલ્લા રાખી શકાશે.
GIDCના સીનિયર અધિકારીએ જણાવ્યું,ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કોઈ યુનિટમાં જો સંપૂર્ણ સ્થાનિક કામદારો હોય તો જિલ્લા તંત્રને પણ પરમીશન આપવાનો હક મળેલો છે.અધિકારીએ ઉમેર્યું કે,કોઈ યુનિટમાં જો નજીકના સ્થળોએથી કામદાર આવતા હોય અને તેમના ટ્રાન્સ્પોર્ટેશનની સુવિધાઓ કરાઈ હોય તો તેમને પણ મંજૂરી મળી શકશે GIDCના અધિકારીઓએ પહેલાથી જ સ્વચ્છ એસ્ટેટ,સેનિટાઈઝેશન,પાણીની સુવિધા,પમ્પિંગ અને અન્ય સુવિધાઓ વિશે પણ ચર્ચા કરી છે.
કેન્દ્રિય ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ,ગુજરાતમાં હાલ ૨૦ કાર્યરત સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ (SEZs) અને ૧૮૫ એકસપોર્ટલક્ષી યુનિટ્સ (EoUs) આવેલા છે,જે ૨૦મી એપ્રિલથી શરૂ કરી શકાશે.કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના ઝોનલ ડેવલપમેન્ટ ઓફિસર ડો.અમિયા ચંદ્રાએ કહ્યું,આ સીધી પરમીશન આપવામાં આવી નથી.ગાઈડલાઈન્સનું પાલન કરતા લ્ચ્ક્ષ્ અને ચ્ંશ્ની જ શરૂ કરવાની મંજૂરી અપાશે.તેમણે ઉમેર્યું,જો એકપણ ગાઈડલાઈનનું ઉલ્લંદ્યન કરાશે તો યુનિટને તાત્કાલિક બંધ કરવાનો આદેશ અપાશે.
ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના મેનેજિંગ ડિરેકટર નિમિશ ફડકે કહે છે,કચ્છમાં કંડલા અને મુન્દ્રા SEZs યુનિટ તથા કેટલાક એકસપોર્ટ લક્ષી યુનિટ હોવાથી આ નિર્ણયથી ફાયદો થશે.કચ્છમાં રહેલા સિમેન્ટ અને ખનિજ એકમો પણ ૨૦મી એપ્રિલથી શરૂ કરાશે.કેન્દ્ર સરકારે લોકડાઉનમાં કેટલીક બાબતોમાં છૂટ આપી પરંતુ કન્સ્ટ્રકશન ઈન્ડસ્ટ્રી હજુ પણ રાજય સરકારની ગાઈડલાઈન્સની રાહ જોઈ રહી છે,કારણ કે કેટલાક રાજયોમાં તે અલગ-અલગ છે.
CREDAIના ચેરમેન જક્ષય શાહ કહે છે,અમને જરૂરિયાતની વસ્તુઓ મળતા જ અમે તરત કામ શરૂ કરવા માગીએ છીએ.ઈન્ડસ્ટ્રીને RBI, કેન્દ્ર, રાજય સરકાર અને સ્થાનિક તંત્ર તરફથી બિન-નાણાંકીય સહાય મળવી જોઈએ.સાઉથ ગુજરાતમાં આવેલા અંદાજિત ૪૦૦૦ કરોડના ફૂડ પ્રોસેસિંગ સેકટરે ૨૦મી એપ્રિલથી કામ શરૂ કરવા માટે મંજૂરીની પ્રોસેસ શરૂ કરી દીધી છે.
ઓલ ઈન્ડિયા ફૂડ પોસેસર્સ એસોસિયેશનના વાઈસ-પ્રેસિડન્ટ,સુરજ સાવલિયા કહે છે,વલસાડ અને નવસારી જયાં મોટાભાગના ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ આવેલા છે,તેમને પહેલાથી જ કામ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે.નવસારી, સુરત અને વલસાડમાં અંદાજિત ૨૫૦ જેટલા નાના અને મધ્યમ ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ આવેલા છે,જે કેરીનો રસ,અથાણું, પૌવા,પેકેજડ ફૂડ આઈટમ્સ,નાસ્તો અને બેકરી પ્રોડકટ્સ બનાવે છે.
વાપી ઈન્ડસ્ટ્રીસ એસોસિયેશનના પ્રેસિડન્ટ પ્રકાશ ભદ્રા કહે છે,૨૫૦થી વધારે ઈન્ડસ્ટ્રી કાગળનો માવો,એન્જિનિયરિંગ,કેમિકલ અને ડાય બનાવતા યુનિટોએ ૨૦મી એપ્રિલથી કામ શરૂ કરવા માટે જિલ્લા તંત્રની પરમિશન માગી છે.