ભારતમાં વાસ્તવિક આંકડાથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે

297

એક રીસર્ચમાં સનસનીખેજ ખુલાસોઃ કિલર કોરોના વાયરસ ચૂપચાપ લોકોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે : અનેક લોકોમાં તેના લક્ષણ પણ જલદી નથી દેખાતા : રીસર્ચ અનુસાર ૨૨મી માર્ચથી લઈને આગલા ૭ દિવસ સુધી ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૬૮૦૦-૨૩૬૦૦ની વચ્ચે હતી પરંતુ સરકારે આંકડો માત્ર ૨૩૯૫ જ આપ્યો : મૃત્યુઆંક પણ ઓછો બતાવાય છે

નવી દિલ્હી, તા. ૧૬ :ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં ૪૧૪ લોકોના મોત થયા છે અને રોજેરોજ કેસ અને મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે.કોરોના વાયરસ ઉપર કાબુ મેળવવા માટે વડાપ્રધાન મોદીએ ૨૧ દિવસના લોકડાઉનને ૩ મે સુધી લંબાવી દીધેલ છે,તો બીજી તરફ વિશ્વભરમાં કોરોનાથી ૧ લાખ ૩૪ હજાર લોકોના મોત થયા છે અને ૨૦ લાખથી કોરોના પીડીત લોકો છે.દુનિયાના અનેક દેશોમાં ડેટા થકી એ અનુમાન લગાવવાના પ્રયાસો થઈ રહ્યા છે કે આખરે આ બિમારીથી કેટલા લોકોના મોત થઈ શકે છે.

એવામાં એક રીસર્ચમા દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓના જે આંકડા સામે આવી રહ્યા છે તેનાથી અનેક વધુ લોકો આ વાયરસનો શિકાર બની ચૂકયા છે અંગ્રેજી અખબાર ધ હિન્દુસ્તાન ટાઈમ્સના એક રીપોર્ટ અનુસાર આ રીસર્ચ લંડન સ્થિત ઈમ્પીરીયલ કોલેજમાં કરવામાં આવેલ છે.સંશોધકોએ દાવો કર્યો છે કે વાયરસ ગુપચુપ રીતે લોકોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે.અનેક લોકોમાં તેના લક્ષણ પણ જલદી નથી દેખાતા. રીસર્ચમાં જે બે દાવા કરવામાં આવ્યા છે તે અનુસાર ૨૨મી માર્ચથી લઈને આગલા ૭ દિવસ સુધી ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૬૮૦૦ થી ૨૩૬૦૦ની વચ્ચે હતી પરંતુ સરકાર તરફથી આ આંકડો માત્ર ૨૩૯૫ આપવામાં આવ્યો હતો.

આ રીપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ૧૧ એપ્રિલ સુધી ભારતમાં ૫૬૮ લોકોના મોત થઈ જશે પરંતુ પાછલા શનિવાર સુધી આ આંકડો ૨૮૮ ઉપર હતો.રીસર્ચ અનુસાર આ આંકડા એટલા માટે ઓછા સામે આવી રહ્યા છે કારણ કે કોરોનાના લક્ષણ દર્દીઓમાં ઘણા લાંબા સમય બાદ દેખાય છે.ખબર ન હોવાને કારણે દર્દીઓમાં તેના ટેસ્ટ નથી થઈ શકતા.આ સિવાય દરેક દેશમાં કોરોનાનુ ટેસ્ટીંગ પણ ઘણુ ઓછુ થઈ રહ્યુ છે.શરૂઆતમાં વિશ્વના બાકી દેશોની જેમ ભારતમાં પણ માત્ર વિદેશથી આવતા લોકોનું જ ટેસ્ટ કરવામાં આવતુ હતુ.લોકડાઉન પહેલા ભારતમાં સંક્રમિત દર્દીઓનો અનુપાત ૪ નો હતો પરંતુ તે હવે ઘટીને ૩ ઉપર આવી ગયો છે એટલે કે દરેક દર્દીથી સરેરાશ ૩ લોકો સંક્રમિત થઈ રહ્યા છે.બિમારીને ફેલાતી રોકવા માટે એ જરૂરી છે કે સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧ થી નીચે આવી જાય.જો કે રોજે રોજ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે સોશ્યલ ડીસ્ટન્સીંગ અને વધુમાં વધુ લોકોની તપાસના મામલામાં ભારત ઘણુ પાછળ ભારતમાં ૧૦૦૦ લોકોમાંથી ફકત ૦.૧નો જ ટેસ્ટઃ ઈટાલીમાં ૧૭.૨,દ.કોરીયા ૧૦ અને ઈટાલીમાં પ્રતિ ૧૦૦૦ વ્યકિત પર ૧૭.૨, દ.કોરીયામાં ૧૦ અને અમેરિકામાં ૮.૫ લોકોની તપાસ થઈ રહી છે.પાસે તપાસ કરવાની ક્ષમતાની અછત નથી પરંતુ હજુ સુધી વ્યાપકપણે તપાસની જરૂર પણ નથી અત્યારે ભારતમાં કોરોના ટેસ્ટના ૬ માપદંડ છે.અત્યારે ભારતમાં સરેરાશ ૧૫૦૦૦ સેમ્પલ રોજ તપાસાઈ છે.જો લોકો લોકડાઉનનું પાલન કરે,સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખે અને વધુને વધુ લોકોની તપાસ થાય તો કોરોનાનો કહેર અપેક્ષાથી ઓછો થઈ શકે.

Share Now