સુરત શહેરમાં કોરોનાની દસ્તક બાદ હવે સુરત જિલ્લામાં બે કેસ (corona) પોઝિટિવ આવ્યા છે.ઓલપાડ બાદ મહુવા તાલુકાના અંધાત્રી ગામે એક 52 વર્ષીય ઈસમને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું.ડેરી બંધ થતાજ બે દિવસ પહેલા જ તેઓ ગામ અંધાત્રી આવ્યા હતા.તેમના સેમ્પલ લેવાયા બાદ આજે રિપોર્ટ પોઝિટિવ આવતા સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સુરત શહેરમાં કોરોનાની દસ્તક બાદ હવે સુરત જિલ્લામાં બે કેસ પોઝિટિવ આવ્યા
વાત કરી એ કોરોના ની મહામારી ની તો સુરત શહેર માં વધતા જતા કેસો બાદ હવે જિલ્લા માં કેસો વધતા તંત્ર દોડતું થયું છે.દિવસો પેહલા બે કેસ હતા.આજે સુરત જિલ્લા માં આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકા માં પ્રથમ પોઝિટિવ કેશ બહાર આવ્યો હતો.સુરત શહેરના માનદરવાજાખાતે પ્રતાપ ડેરીમાં કામ કરતા મહુવા તાલુકાના અંધાત્રી ગામના 52 વર્ષીય સુરેશભાઈ ચૌધરીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું છે.
પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું
સુરત ગ્રામ્ય માં દિવસો બાદ પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું હતું.સુરેશ ચૌધરી સાથે સંપર્ક માં આવેલ તેમની પત્ની,પુત્રી તેમજ પૌત્રી મળી કુલ ૧૧ લોકો ને હોમ કોરોનટાઈન કરવામાં આવ્યા છે અને આરોગ્ય ની ટિમ પણ અંધાત્રી ગામે પોહચી જરૂરી ચકાસણી તેમજ સર્વે કામગીરી શરૂ કરી દેવાય છે.