– સુપ્રિમ કોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદોઃ સતત ૫ વર્ષ નોકરી કર્યાને મહત્વનુ ગણ્યું
સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે પાંચ વર્ષ લગાતાર નોકરી કર્યા બાદ રાજીનામુ આપનાર કર્મચારીને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એકટ-૧૯૭૨ હેઠળ પુરેપુરી ગ્રેચ્યુઈટી મળશે.માલિક તેમા કોઈ કાપકુપ કરી ન શકે.જસ્ટીશ આર.ભાનુમતીની ખંડપીઠે કહ્યુ છે કે કલમ-૪ અનુસાર સેવા સમાપ્તિ એટલે કે ટર્મિનેશનમાં સેવામાંથી રાજીનામુ આપવાની બાબત સામેલ છે.ખંડપીઠે કહ્યુ છે કે આ ફેંસલો રાજસ્થાન પરિવહનની અપીલ પર આપવામાં આવ્યો છે.જેમાં મૃત કર્મચારીની પત્નિને ગ્રેચ્યુઈટી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ કર્મચારીએ બિમારીને કારણે સેવા નિવૃતિ માંગી હતી,પરંતુ જ્યારે તેમને નિવૃતિ આપવામાં ન આવી તો તેમણે રાજીનામુ આપી દીધુ હતુ.બાદમાં તેમને મૃત્યુ થયુ હતું.તેની પત્નિએ સેવા નિવૃતિના લાભ માગવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.હાઈકોર્ટે પરિવહન સંસ્થાને આદેશ આપ્યો હતો કે કર્મચારીને વીઆરએસ ગણી લેવામા આવે અને તેને તમામ નિવૃતિના લાભો આપવામાં આવે.કોર્ટે કહ્યુ હતુ કે તેની સતત ૫ વર્ષની સેવા જ મહત્વની છે.તેણે સેવાથી રાજીનામુ આપ્યુ છે તેનો કોઈ અર્થ નથી.એ સ્પષ્ટ છે કે તેની સેવામાં કોઈ બ્રેક નથી અને તેમણે રાજીનામા સુધી પુરેપુરી ફરજ બજાવી હતી તેથી તે ગ્રેચ્યુઈટીનો હક્કદાર છે.સુપ્રિમ કોર્ટે પરિવહન વિભાગની અપીલ ફગાવી દીધી હતી અને કહ્યુ હતુ કે હાઈકોર્ટનો ફેંસલો સાચો છે કે કર્મચારી રાજીનામુ આપે તો પણ ગ્રેચ્યુઈટી લેવા માટે હક્કદાર છે.