– સિવિલ હોસ્પિટલના ત્રણ લેબ ટેક્નિશ્યન તથા એક ગાયનોકોલોજિસ્ટ સહિત નવા ચાર લપેટાયા
ભરૂચ,
ભરૂચમાં કોરોના પોઝિટિવના વધુ આઠ કેસ આવતાં આખા જિલ્લાના કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા ૨૧ પર પહોચી ગઇ છે.સિવિલ હોસ્પિટલના ત્રણ લેબ ટેક્નિશ્યન અને એક ગાયનોકોલોજિસ્ટ મળી ચાર નવા લોકોને કોરોના ચેપ પહોચી જતાં હોસ્પિટલના જ અત્યાર સુધી સાત લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોવાનું બહાર આવ્યુ છે. જેના પગલે હોસ્પિટલ તંત્રમાં ફફડાટ પ્રસરી ગયો છે.તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.તેની સાથે જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે તમામ કર્મચારીઓને સંપર્કમાં આવેલા લોકોને તંત્ર તરફથી હોમ કોરન્ટાઇન અથવા કોરન્ટાઇન કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિત થયેલાઓ અત્યાર સુધી ૨૧ જેટલા કેસો નોંધાયા છે. જેમાં ભરૂચ ના આમોદ તાલુકા ના ઇખર ગામ ખાતે તામિલનાડુ થી જમાત માં આવેલ પાંચ જેટલા જમાતી તેમજ જંબુસરના દેવલા ખાતે હરિયાણા થી જમાતમાં આવેલા બે જેટલા જમાતી સાથે જ ભાવનગર ધાર્મિક કાર્યક્રમમાં મુલાકાતના પારખેત ગામના એક વ્યક્તિને તેમજ જમાત માં ગયેલા વાતરસા ગામના ત્રણ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યા હતા.ત્યાર બાદ દયાદરા ગામના એક વ્યક્તિમાં પોઝિટિવ કેસ સામે આવ્યો હતો.
આ તમામની સારવાર દરમિયાન ચેપ ભરૂચ સિવિલ હોસ્પિટલ સુધી પહોચ્યો હતો.જેમાં બે નર્સ અને એક મહિલા સિક્યુરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યો હતો.તેની સાથે જ ઝાડેશ્વર રોડ પર નર્મદા બંગલોઝમાં રહેતા સોળ વર્ષીય કિશોરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ઝાડેશ્વરની મુક્તાનંદ સોસાયટી રહેતા અને દહેજ ની એક કંપનીમાં ફરજ બજાવતા એક યુવાનને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.વધુમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ બે વાલિયાના અને એક ભરૂચ આલ્ફા સોસાયટીના લેબ ટેક્નિશયન અને એક ગાયનોકોલોજિસ્ટ ને પણ કોરોના પોઝિટિવ આવતા કુલ ભરૂચ જિલ્લામાં કોરોનાના ૨૧ જેટલા કેસો સામે આવ્યા છે