– ૬ રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા હજારને પારઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩,૩૨૦ કેસ અને ૨૦૧ના મોતઃ ૨૦૪૫ દર્દીઓ સ્વસ્થ થયાઃ તામિલનાડુમાં કુલ ૧૩૨૩ અને ૪૨ના મોત
નવી દિલ્હી,તા.૧૮: દેશમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૧૪,૩૮૪એ પહોંચી છે.તામિલનાડુમાં એક દિવસમાં સૌથી વધુ ૧૦૩ દર્દી,ત્યારબાદ ઇન્દોરમાં ૩૫ દર્દીઓ સ્વસ્થ થયા છે.રાજસ્થાનમાં કોરોનાનું એપિસેન્ટર રહેલા ભીલવાડામાં દરેક દર્દીઓ સ્વસ્થ થયા છે.ઇન્દોરમાં ગઇ કાલે કોરોનાના ૫૦ નવા કેસ નોંધાયા છે.તેથી ત્યાં સંક્રમિતોની સંખ્યા ૮૯૨ થઇ ગઇ છે.સંક્રમિતોના મામલે ૧૯૬ દર્દીઓની સાથે ભોપાલ બીજા નંબર પર છે.આઇઆઇએમ ઇન્દોરની સાથે શોધ કરી રહેલા અમેરિકાના કેટલાક વિશેયજ્ઞોનું માનવું છે કે રાજ્ય સરકારે સખ્ત કાર્યવાહી કરશે નહિ તો મે ના અંતમાં ૫૦ હજાર સંક્રમિત હશે.રાજસ્થાનમાં ૪૧ નવા કેસ નોંધાતા કેસની સંખ્યા ૧૨૭૦એ પહોંચી છે.તેમજ ૨નાં મોત થયા છે.મહારાષ્ટ્રમાં ૧૧૮ રિપોર્ઠ પોઝીટીવ આવ્યા છે. રાજ્યમાં ૧ ર્માર્ચથી ૧૫ એપ્રિલ વચ્ચે ૫૬,૬૭૩ના તપાસ કરવામાં આવી છે.રાજસ્થાનમાં સંક્રમણના ૯૮ નવા કેસ આવ્યા છે.તેમાંથી જોધપુરમાં ૨૮, ટોંકમાં ૧૩, કોટામાં ૬ અને જયપુરમાં ૬ દર્દી સામે આવ્યા છે.યુપીમાં ૪૯ જિલ્લામાં કોરોનાના કેસ સામે આવી ચુકયા છે.રાજ્યમાં સૌથી વધુ કેસ આગ્રામાં ૧૯૬ સંક્રમિત છે.બિહારમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૯૫એ પહોંચી છે.રાજ્યમાં સીવાન જીલ્લો કોરોનાથી સૌથી પ્રભાવિત છે.ત્યાં ૨૯ લોકોમાં સંક્રમણના ુપુષ્ટિ કરવામાં આવી છે.ગુજરાતમાં સંક્રમણના ૧૭૦ નવા કેસ નોંધાયા છે.સૌથી વધુ દર્દીઓ અમદાવાદમાં ૫૯૦ દર્દીઓ છે.શહેરમાં ૫ દિવસમાં ૩૦૨ કેસ સામે આવ્યા છે.દિલ્હીમાં ૬૭ નવા કેસ નોંધાતા સંક્રમિતો સંખ્યા ૧૭૦૭એ પહોંચી છે.પ.બંગાળમાં ૩૨ નવા કેસ નોંધતા સંક્રમિતો સંખ્યા ૨૮૭એ પહોંચી છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ રાજ્ય કુલ કેસ મૃત્યુઆંક
મહારાષ્ટ્ર ૩૩૨૦ ૨૦૧ તામિલનાડુ ૧૩૨૩ ૧૫ દિલ્હી ૧૭૦૭ ૪૨ રાજસ્થાન ૧૨૭૦ ૧૯ તેલંગાણા ૭૬૬ ૧૮ મધ્યપ્રદેશ ૧૩૧૦ ૬૯ ઉત્તરપ્રદેશ ૮૪૯ ૧૪ આંધ્રપ્રદેશ ૫૭૨ ૧૪ ગુજરાત ૧૦૯૯ ૪૧ કેરળ ૩૯૫ ૨ જમ્મુ-કાશ્મીર ૩૨૮ ૫ કર્ણાટક ૩૫૯ ૧૩ હરિયાણા ૨૨૩ ૩ પંજાબ ૨૨૧ ૧૪ પ.બંગાળ ૨૮૭ ૧૦ બિહાર ૮૫ ૧ ઓડિશા ૬૦ ૧ ઉત્તરાખંડ ૪૦ – આસામ ૩૪ ૧ હિમાચલપ્રદેશ ૩૮ ૨ ચંદીગઢ ૨૧ – છત્તીસગઢ ૩૬ – લદ્દાખ ૧૮ – ઝારખંડ ૩૨ ૨ અંદામાન નિકોબાર ૧૨ – ગોવા ૭ – પોંડીચેરી ૭ – મણિપુર ૨ – ત્રિપુરા ૨ – અરૂણાચલપ્રદેશ ૧ – મિઝોરમ ૧ – દાદરાનગર હવેલી ૧ –