અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અને અમદાવાદમાં પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે.તેમ મહાપાલિકા કમિશનર વિજય નહેરાએ કહ્યુ છે.તેઓએ ક્હયુ કે,અમદાવાદમાં દિવસેને દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે.અને કેટલાક લોકો હજુ પણ ગંભીર નથી.અમદાવાદમાં ગઈકાલે સાંજથી આજે સવાર સુધી નવા 143 પોઝિટિવ કેસ થયા.અને અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 765 થઈ છે.અમદાવાદમાં આજે કોરોનાનાં 143 પોઝીટીવ કેસ નોંધાયા છે.જેમાં દક્ષિણ ઝોનમાં આવતા જમાલપુર વિસ્તારમાં સૌથી વધારે કેસો સામે આવ્યા છે.જમાલપુરમાં રહેતાં 13 લોકોનાં કોરોના પોઝીટીવ આવ્યો છે.જમાલપુરના તાઈવાડાના જૈતુન મંઝીલમાં 8 કેસ આવ્યા છે.અહીં 17થી લઈને 57 વર્ષની વયનાં લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે.તો એક કેસ ખાંડની શેરીમાં પણ આવ્યો છે.જમાલપુરનાં શાહઆલમ ફ્લેટમાં રહેતાં 29 વર્ષનાં પુરૂષને પણ કોરોના પોઝીટીવ નોંધાયો છે.જમાલપુરનાં કાંચની મસ્જીદ પાસે આવેલાં ન્યૂ મ્યુનિસીપલ લેબર ક્વાર્ટર્સમાં પણ એક પુરૂષનો અને નાની ચાલીસ ગરણી પોળમાં એક કેસ કોરોના પોઝીટીવ આવ્યો છે.જમાલપુરમાં મહાજનનાં વંડામાં એક પુરૂષને કોરોના પોઝીટીવ આવ્યો છે.
અમદાવાદમાં કોરોનાને લઈને ખૂબજ સ્થિતિ બગડી છે.રાજ્યના 61 ટકા કેસો અમદાવાદમાં નોંધાયા છે.ગઈકાલ રાતથી આજ સવાર સુધીના રાજ્યમાં નોંધાયા 176 કેસમાં અમદાવાદના જ 146 કેસ હતા.અને એમાંય 65થી વધુ કેસો ફક્ત એક જ વિસ્તાર એટલે કે બહેરામ પુરાના હતા.અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં કેસ નીકળતાં બધાને ચોંકાવી દીધા છે.બહેરામપુરાની આસપાસમાં જમાલપુર,દાણીલીમડા,આસ્ટોડિયા અને કાંકરિયાનો ભાગ આવે છે.
કોરોનાએ અમદાવાદનો ખેલ બગાડ્યો
બહેરામપુરામાં મોટે ભાગે શાકભાજી વ્યવસાય સાથે જોડાયેલા લોકો વધારે છે.બહેરામપુરા વિસ્તારની ચાલીઓમાં ચાલીઓમાં ફેલાયેલા કોરોનાએ અમદાવાનો ખેલ બગાડી નાંખ્યો છે.બહેરામપુરામાં મોટાભાગના લોકો શાકભાજી વ્યવસાય સાથે જોડાયેલા છે એવામાં બહેરામપુરાની ચાલીઓ સુધી કોરોના પહોંચી જતાં ચિંતાના વાદળો છવાયા છે.બહેરામપુરામાં 65 જેટલા કેસ એક જ દિવસમાં નોંધાતા ભયનો માહોલ છવાયો છે.જેમાં સૌથી વધારે ચતુર રાઠોડની ચાલી દૂધવાડી તેમજ જેઠાલાલાની ચાલીમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.જૂની રસૂલ ખાડિયાની ચાલીમાં પણ કોરોના સંક્રમિતો પોઝીટીવ આવ્યા છે.
દાણિલીમડા અને જમાલપુર પછી આ બંને એરિયાની વચ્ચે આવતો બહેરામપુરા વિસ્તારમાં એક સાતે 65 કેસ નોંધાયા આ વિસ્તારને તાત્કાલિક ધોરણે કોરન્ટાઈન કરાશે.કોઈ પરિવારના બે પાંચ સભ્યો ને કોરોના થાય આ તો ચાલીઓમાં કોરોના પહોંચી ગયો છે.અમદાવાદના 146 કેસમાંથી અડધા કેસ ફક્ત બહેરામપુરાના નોંધાયા છે.ચતુર રાઠોડ ચાલીમાં મોટાભાગના લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે.આ વિસ્તારમાં 5 વર્ષથી લઈને 75 વર્ષના દર્દીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે.જમાલપુરના તાઈવાડાના જૈતુન મંઝીલમાં 8 કેસ આવ્યા છે.