સુરત, તા. ૧૮ : કોરોના મહામારીના કારણે લોકડાઉન વચ્ચે ગુરૂવારે સુરતમાં ઓનલાઇન લગ્ન કરવામાં આવ્યા.૧૬ એપ્રિલે રાજસ્થાનમાં થનાર લગ્ન સમારંભ શકય ન હોવાથી દંપતિએ ગુરૂવારે પોત પોતાના માતા-પિતાની હાજરીમાં ઘરની છત પર લગ્નની રસમ પૂરી કરી હતી.આ દરમ્યાન સગા સંબંધીઓ અને પરિવારજનો ઓનલાઇન આ લગ્નના સાક્ષી બન્યા અને નવદંપતિને આશિર્વાદ આપ્યા હતાં.સુરતના નાનપુર વિસ્તારના રહીશ દિશાંત અને પુજાના લગ્નમાં ન તો મંડપ બંધાયો હતો અને ન તો શરણાઇ ને ઢોલ વાગ્યા હતા.તેની જગ્યાએ માસ્ક અને સેનેટાઇઝર જ દેખાયા હતા.બધાએ માસ્ક પહેરી રાખ્યા હતા.લગ્નની બધી વિધીઓ દરમ્યાન સોશ્યલ ડીસ્ટંટસીંગનું ધ્યાન રાખવામાં આવ્યું હતું