ભારત સરકારે શુક્રવારે અટારી બોર્ડરથી 41 પાકિસ્તાની નાગરિકોને વતન પરત મોકલ્યા હતા.હવે તપાસમાં એવું સામે આવ્યું છે કે 41માંથી એક મહિલા અને એક બાળક કોરોના વાઈરસથી પીડિત હતા.લોકડાઊનની ઘોષણા બાદ 150 પાકિસ્તાનીઓ ભારતમાં ફસાયા હતા.જેમાં મુસ્લિમ,સિખ અને હિન્દુ લોકો સામેલ હતા.આ લોકો ધાર્મિક યાત્રા માટે ભારત આવ્યા હતા.
માતા અને દીકરી કોરોના સંક્રમિત
શુક્રવારે તેમાંથી 41 લોકોને અટારી બોર્ડર દ્રારા પાકિસ્તાન મોકલવામાં આવ્યા. ભારતમાં વસવાટ કરતા હતા એ દરમિયાન તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.હવે તપાસમાં ખ્યાલ આવ્યો છે કે તેમાંથી એક માતા અને દીકરી કોરોના સંક્રમિત હતા.પંજાબની એક લેબમાં તેમની ટેસ્ટિંગ કરવામાં આવી હતી.પાકિસ્તાન પહોંચેલા લોકોને લાહોરની જીન્ના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.પાકિસ્તાનના હાઈ કમીશને કહ્યું છે કે, ભારતમાં ફસાયેલા લોકોને જલ્દીથી જલ્દી પરત લાવવામાં આવશે.
પાકિસ્તાનમાં કોરોનાના કેસમાં વધારો
પાકિસ્તાન સરકાર દ્રારા લોકડાઊનમાં ઢીલુ પોચુ વલણ રાખતા થોડા સમયમાં જ કોરોનાના કેસ વધી ગયા હતા.પાકિસ્તાનમાં ગત્ત 24 કલાકમાં 627 નવા કેસ સામે આવ્યા છે.જ્યારે આ સમયે 23 લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. પાકિસ્તાનમાં કોરોનાના કુલ 7492 કેસ સામે આવી ચૂક્યા છે.બીજી તરફ આ ઘાતક વાઈરસની ઝપેટમાં આવવાથી 143 લોકોના મોત થઈ ચૂક્યા છે.
ઈફ્તારી બની શકે છે કારણ
ડોન ન્યૂઝની રિપોર્ટ પ્રમાણે વિશેષજ્ઞોને ડર છે કે લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટના કારણે કોરોનાના કેસમાં વૃદ્ધી થઈ શકે છે.મુખ્ય રીતે રમઝાન મહિનામાં ઈફ્તારી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે.ત્યારે આપવામાં આવતી છૂટછાટ કોરોના વાઈરસના કેસને વધારવા માટેનું પાયાનું કારણ બની શકે છે.