અમદાવાદમાં વકરતા Coronaના સંકટથી કોરોના વોરિયર્સ પણ બચી શક્યા નથી. Corona ના કારણે વધુ 3 પોલીસકર્મીઓનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ ઓફિસર્સનો Corona રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
આ પહેલા આજે સવારે અમદવાદમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે 24 કલાક ફરજ બજાવતા પોલીસકર્મીઓ પણ કોરોનાથી બાકાત રહી શક્યા નથી.ત્યારે શહેરમાં વધુ એક પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ખોખરાની પોલીસ ચોકીના રાઈટરનો કોરોના ટેસ્ટિંગ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેથી આ પોલીસકર્મી સાથે સંકળાયેલા લોકોને પણ ક્વોરન્ટાઈન કરવાની કામગીરી કરવામા આવી રહી છે. સાથે જ આ પોલીસકર્મી સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવાની કામગીરી શરૂ થઈ છે.
8 પોલીસકર્મીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.જેમાં લોકોનું રક્ષણ કરતાં પોલીસ જવાનો પણ હવે કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં આઠ પોલીસકર્મીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.મહત્વનું છે કે, પોલીસ જવાનો લોકડાઉનનું પાલન કરાવવા માટે 24 કલાક ફરજ બજાવી રહ્યા છે.ભર બપોરે પણ ધમધોખતા તાપમાં પણ ફરજ બજાવી રહ્યા છે.લોકોમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે ફરજ બજાવતા આ પોલીસ જવાનો પોતે હવે સંક્રમણનો ભોગ બની રહ્યા છે.તે હવે ચિંતાજનક બાબત બની રહી છે.
16 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસો વચ્ચે દિવસ-રાત ખડેપગે સેવા આપી રહેલા ડોક્ટર્સ અને નર્સ તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાના અમદાવાદની એલજી હોસ્પિટલના કર્મચારીઓ સહિત કુલ 16 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એલ.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા 4 ડોક્ટર અને 1 નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સાથે જ હોસ્પિટલના ડૉક્ટર્સ સહિત કુલ 10 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે..
મનપાના આસિસ્ટન્ટ કમિશનર સહિત 5 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુરુવારે પણ મનપાના આસિસ્ટન્ટ કમિશનર સહિત 5 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.AMTS અને BRTS ફરજ બજાવતા 3 ડ્રાઇવરને પણ કોરોના થયો છે.સાથે આંગણવાડી કાર્યકર,નર્સ,વોર્ડબોય,ઓપરેટર અને ડેટા મેનેજરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આમ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ જ કોરોનાની ચપેટમાં આવતા વહીવટી તંત્રમાં ચિંતા પ્રસરી છે.