WHO દ્વારા નોવેલ Corona વાયરસ (Covid-19) ને એક મહામારી જાહેર કરવામાં આવી છે. હાલમાં Corona વાયરસના ગુજરાતની આર્થિક રાજધારી ગણાતા અમદાવાદમાં Corona ના સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. તેથી આ રોગને વધુ ફેલાતો અટકાવવા માટે AMC દ્વારા વિવિધ વિસ્તારોમાં અસરકારક અને ઘનિષ્ઠ સર્વેની કામગીરી, વધુમાં વધુ સેમ્પલ લેવા, સ્ક્રીનિંગની કામગીરી વગેરે જરૂરી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.
સૌથી વધારે કેસ દક્ષિણઝોનમાં 91 કેસ નોંધાયા છે
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં માત્ર આજે એક દિવસમાં સૌથી વધુ 143 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ દક્ષિણઝોનમાં 91 કેસ નોંધાયા છે. ત્યારબાદ મધ્યઝોનમાં 38, પૂર્વઝોનમાં 6, ઉત્તરઝોનમાં 3,દક્ષિણ પશ્વિમ ઝોનમાં 2, પશ્વિમ ઝોનમાં 2 અને ઉત્તરપશ્વિમ ઝોનમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે.અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોના વાયરસના કારણે કુલ 25 લોકો મોતને ભેટ્યા છે.તો 27 લોકો સાજા થઈને પોતાના ઘરે પરત પણ ફર્યા છે.
18 એપ્રિલ સુધીમાં અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 600 હતી
અમદાવાદમાં અત્યાર સુધીમાં Covid-19 ના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 743 છે.18 એપ્રિલ સુધીમાં અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 600 હતી જે આજે 743 થઈ ગઈ છે.જેમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ મધ્યઝોનમાં નોંધાયા છે.શહેરના મધ્યઝોનમાં 292 પોઝિટિવ કેસ,દક્ષિણઝોનમાં 283 કેસ,ઉત્તરઝોનમાં 32 કેસ,દક્ષિણ પશ્વિમ ઝોનમાં 21 કેસ,પશ્વિમ ઝોનમાં 63 કેસ,ઉત્તર પશ્વિમ ઝોનમાં 16 કેસ અને પૂર્વ ઝોનમાં 36 કેસ નોંધાયા હતા. આ બધા મળીને અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 743 કેસ નોંધાયા છે.
જમાલપુર વિસ્તારમાં સૌથી વધારે કેસો સામે આવ્યા
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અને અમદાવાદમાં પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે.તેમ મહાપાલિકા કમિશનર વિજય નહેરાએ કહ્યુ છે.તેઓએ ક્હયુ કે,અમદાવાદમાં દિવસેને દિવસે પરિસ્થિતિ ખરાબ થતી જાય છે.અને કેટલાક લોકો હજુ પણ ગંભીર નથી.અમદાવાદમાં ગઈકાલે સાંજથી આજે સવાર સુધી નવા 143 પોઝિટિવ કેસ થયા.અને અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 765 થઈ છે.અમદાવાદમાં આજે કોરોનાનાં 143 પોઝીટીવ કેસ નોંધાયા છે.જેમાં દક્ષિણ ઝોનમાં આવતા જમાલપુર વિસ્તારમાં સૌથી વધારે કેસો સામે આવ્યા છે.
જમાલપુરમાં 13 લોકોના રીપોર્ટ કોરોના પોઝિટિવ
જમાલપુરમાં રહેતાં 13 લોકોનાં કોરોના પોઝીટીવ આવ્યો છે.જમાલપુરના તાઈવાડાના જૈતુન મંઝીલમાં 8 કેસ આવ્યા છે.અહીં 17થી લઈને 57 વર્ષની વયનાં લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે.તો એક કેસ ખાંડની શેરીમાં પણ આવ્યો છે.જમાલપુરનાં શાહઆલમ ફ્લેટમાં રહેતાં 29 વર્ષનાં પુરૂષને પણ કોરોના પોઝીટીવ નોંધાયો છે.જમાલપુરનાં કાંચની મસ્જીદ પાસે આવેલાં ન્યૂ મ્યુનિસીપલ લેબર ક્વાર્ટર્સમાં પણ એક પુરૂષનો અને નાની ચાલીસ ગરણી પોળમાં એક કેસ કોરોના પોઝીટીવ આવ્યો છે.જમાલપુરમાં મહાજનનાં વંડામાં એક પુરૂષને કોરોના પોઝીટીવ આવ્યો છે.