– રૂપાણી સરકારનો અભૂતપૂર્વ નિર્ણયઃ બી.પી.એલ. રેશનકાર્ડ ધારકોના ખાતામાં સોમવારથી જમા થશેઃ સરકાર પર કરોડનો બોજ
રાજ્યના પુરવઠા વિભાગના સચિવ અશ્વિનિ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા મહત્વની જાહેરાત કરી છે.તેમણે જણાવ્યુ હતુ કે,રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ હેઠળ 66 લાખ કુટુંબોને સોમવારે બેંક ખાતામાં 1 હજાર રૂપિયા જમા કરવામાં આવશે.આ રકમ માટે કોઈ ફોર્મ ભરવાના રહેશે નહી. સરકારના આ નિર્ણયથી સરકાર પર 660 કરોડનું ભારણ આવશે.તો એપીએલ-વનના લાભાર્થીઓને આગામી દિવસોમાં અનાજ આપવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યુ કે,રાજ્યમાં સિંગતેલનો જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર દ્વારા મિલ માલિકો સાથે ચર્ચા કરવામાં આવી છે.તદઉપરાંત રાજ્યમાં 63 જેટલા માર્કેટિંગ યાર્ડ શરૂ કરવામાં આવ્યા છે.
રાજય સરકારે કોરોનાને અનુલક્ષીને ગુજરાતમાં ગરીબીની રેખા નીચે જીવતા ૬૬ લાખ જેટલા પરીવારોને તેના ખાતામાં રૂ.એક-એક હજાર આપવાનો નિર્ણય કર્યો છે.સરકાર સોમવારથી આ નાણા ખાતામાં જમા કરાવવા લાગશે.લાભાર્થી ગરીબ પરીવારો તેનો પોતાની જરૂરીયાત મુજબ બેંકમાંથી ઉપાડી ઉપયોગ કરી શકશે.ભુતકાળમાં કુદરતી આપતી વખતે અસરગ્રસ્તોને કેશડોલ્સ અપાયાના અનેક દાખલા છે પરંતુ ખાતામાં એક સાથે રૂપીયા ૧૦૦૦ની સહાય કરવામાં આવે તેવો કદાચ આ રાજયમાં પ્રથમ બનાવ છે.રૂપાણી સરકારે ગરીબો માટે કરેલા અભુતપુર્વ નિર્ણયની તેમના સચિવ અશ્વિીનીકુમારે જાહેરાત કરી છે.તા.ર૦ એપ્રિલથી ૬૬ લાખ બીપીએલ કાર્ડ પરીવારોના ખાતામાં રૂ.એક-એક હજાર સીધા જમા કરાવામાં આવશે.તેના માટે લાભાર્થી પરીવારે કોઇ પુરાવો આપવાની જરૂર નથી.સરકાર પાસે બીપીએલ કાર્ડ ધારકોની વિગતો છે તેના આધારે આ નાણાકીય સહાય તેના ખાતામાં પહોંચાડી દેવામાં આવશે.આ સહાયથી રાજય સરકાર પર રૂ. ૬૬૦ કરોડનો બોજો આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકારે બીપીએલ અને એપીએલ કાર્ડ ધારકોને આ મહિને રેશનકાર્ડે પર કેટલીક જીવન જરૂરી વસ્તુઓ વિનામુલ્યે આપી છે.હવે બીપીએલ પરીવારોને રોકડ સહાય કરીને નવો ઇતિહાસ સર્જયો છે.લોકડાઉનના કારણે ગરીબ લોકો ઘણા દિવસોથી રોજગારી વગર બેઠા છે. તેમના માટે આ સહાય ખુબ રાહતરૂપ બનશે.