કોરોના સંકટ વચ્ચે બ્રાઝિલના આરોગ્ય પ્રધાનને બરતરફ કરાયા

267

વિશ્વના દેશો કોરોના સંકટ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.કોરોનાએ બ્રાઝિલમાં પણ પગપેસારો કરી દીધો છે.બ્રાઝિલમાં કોરોના સંકટને પરિણામે ૨૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે,ત્યાં ૨૯,૦૦૦થી વધુ કોરોના ચેપગ્રસ્ત દરદીઓ છે, જેનાથી સંક્રમણને અટકાવવું અને મૃત્યુની સંખ્યાને નિયંત્રણમાં રાખવી ખૂબ જ મુશ્કેલ છે.આવા સંકટમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિએ આરોગ્ય પ્રધાનને તેમના પદ પરથી બરતરફ કર્યા છે.

કોરોના સંકટની વચ્ચે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ તેમના આરોગ્ય પ્રધાન લુઈઝ હેનરિક મેન્ડેટાને આ પદ પરથી બરતરફ કર્યા છે.જણાવી દઈએ કે બન્ને નેતાઓ વચ્ચે મતભેદ હતા,જેના કારણે રાષ્ટ્રપતિએ મોટો નિર્ણય લીધો અને તેમને સસ્પેન્ડ કર્યા. તેમના વચ્ચે કોરોના વાઇરસ સામે લેવામાં આવતાં પગલાં અંગે મતભેદો હતા,જે સાર્વજનિક રીતે પણ જોવા મળ્યા હતા.આવી સ્થિતિમાં હવે રાષ્ટ્રપતિએ લુઈસ હેનરિક મેન્ડેટાને તેમના પદ પરથી બરતરફ કરવાનો નિર્ણય લીધો છે.બ્રાઝિલના આરોગ્ય પ્રધાને ટ્‌વીટ કરીને આ વિશે માહિતી આપી છે.લુઈસ હેનરિક મેન્ડેટાએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે મેં રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારો પાસેથી આરોગ્ય મંત્રાલયને મારી પાસેથી હટાવવા અંગે સાંભળ્યું છે.મને આ તક આપવા બદલ હું તેમનો આભાર માનું છું.જણાવી દઇએ કે બન્ને નેતાઓ વચ્ચે કોરોના વાઇરસના ચેપને રોકવા માટે લેવામાં આવતાં પગલાં અંગે ચર્ચા થઈ હતી.

Share Now