અમેરિકામાં કોરોના વાયરસના કુલ કેસ 7 લાખને પાર, મૃત્યુઆંક 35 હજારને પાર

295

અમેરિકા ટૂંક જ સમયમાં આ સંકટમાંથી ઉભરી આવશે: રાષ્ટ્રપતિ ટ્રમ્પ

વોશિંગટન,

મહાસત્તા અમેરિકામાં કોરોના મહામારીએ ભારે તબાહી મચાવી છે,શુક્રવારે કોરોનાગ્રસ્ત કેસોની સંખ્યા સાત લાખને આંબી ગઇ છે.જ્યારે 35,000થી વધારે લોકો આ મહામારીમાં મોતને ભેટ્યા છે.જોકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન્સને દિલાસો આપ્યો છે કે ટૂંક જ સમયમાં અમેરિકા આ સંકટમાંથી ઉભરી આવશે.

આ મહામારીનું કેન્દ્ર બની ચૂકેલા ન્યૂયોર્કમાં જ 14,000થી વધુ લોકોના મોત થયા છે અહીં 2 લાખથી વધુ કોરોનાના પોઝિટીવ કેસ સામે આવી ચૂક્યા છે.ન્યૂજર્સીમાં પણ 78 હજારથી વધુ લોકો આ મહામારીનો ભોગ બન્યા છે જેમાંથી 3800 લોકો મોતને ભેટ્યા છે.ટ્રમ્પે શુક્રવારે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે,અત્યાર સુધી અમેરિકામાં 37.8 થી વધુ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો છે,જે વિશ્વસ્તરે સૌથી વધુ આંકડો છે.

ટ્રમ્પે એ પણ દાવો કર્યો હતો કે અમેરિકામાં કોરોના મહામારીમાં મરનારાની સંખ્યા વધારે હોતી જો તેમના પ્રશાસને જરુરી પગલા ઉઠા વ્યા ન હોત. તેમણે એમ પણ દાવો કર્યો હતો કે મૃત્યુઆંક વધીને 65,000ની આસપાસ રહે તેવુ અનુમાન છે.તેમણે જણાવ્યુ કે આ યુદ્ધમાં અંતિમ જીત અમેરિકન વિજ્ઞાનીઓથી સંભવ રહેશે.

ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ મુજબ 35000થી વધુ અમેરિકન્સની મોત પછી પણ તાજેતરના આંકડા કેસો ઘટ્યા હોવાનુ દર્શાવે છે.અમેરિકામાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 35 હજારને પાર પહોંચી ચૂક્યો છે.જ્યારે કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 7,01,131 થઇ ગઇ છે.

Share Now