કોરોના વાયરસના પગલે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.લોકડાઉન વચ્ચે દેશના અનેક ભાગોમાં તેના ઉલ્લંઘનની ખબરો આવતી રહે છે. પોલીસની ટીમ આ વાતને લઇને સતર્ક છે કે કોઇપણ સ્થિતિમાં લોકો પોતાના ઘરોમાં રહે.આ વચ્ચે એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં હનુમાનની મૂર્તિ વિશે એવી અફવા ફેલાઇ કે લોકડાઉનની લીરેલીરા ઉડ્યાં.
આ મામલો ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાનો છે,શહેર વચ્ચે એક હનુમાનજીના મંદિર પાસે અચાનક તે સમયે ભીડ એકઠી થઇ ગઇ જ્યારે મંદિર સ્થિત હનુમાનજીની મૂર્તિની આંખોમાંથી લોહી નીકળવાની અફવા ફેલાઇ.હનુમાનના આ રૂપના દર્શનની લાલચે ત્યાં ભારે ભીડ એકઠી થઇ ગઇ.કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉન દરમિયાન આટલી ભારે ભીડ જોઇને લોકો દંગ રહી ગયાં.હનુમાનજીની આંખોમાંથી આંસુ નીકળવાની ખોટી જાણકારી બાદ લોકો તેને જોવા માટે પહોંચ્યા અને સોશિયલ ડિસ્ટેંસિંગ તો જાણે કે ભૂલી જ ગયાં.કોઇ ફોટો ક્લિક કરવા લાગ્યું તો કોઇ સેલ્ફી લેવા લાગ્યું.ઘટનાસ્થળે પહોંચેલા એક યુવકે જણાવ્યું કે અમને તેવી સૂચના મળી છે કે ભગવાન હનુમાનની આંખોમાંથી લોહી નીકળી રહ્યું છે તો અમને થયું કે ચાલો જોવા જઇએ.આ બધુ પ્રકૃતિ દ્વારા કે કોઇ અન્ય દ્વારા કરવામાં આવ્યું હશે. જેના આધારે આ બધુ થઇ રહ્યું છે, કારણ કે મંદિર આટલા દિવસથી બંધ છે.સૂચના મળતાં જ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસની ટીમે લોકોને સમજાવીને પરત મોકલ્યાં.કોતવાલી લખીમપુરના ઇન્સ્પેક્ટર આરકે શુક્લાએ જણાવ્યું કે આ ફક્ત અફવા હતી.જ્યારે મંદિરની સફાઇ કરવામાં આવી ત્યારે ક્યાંક સિંદૂર લાગી ગયું હશે.તે જ નીકળી રહ્યું હશે અને આ વચ્ચે જ અફવા ફેલાઇ ગઇ.તેમણે જણાવ્યું કે આશરે 300 લોકો એકઠા થઇ ગયા. તે તમામને ઘરે પરત મોકલવામાં આવ્યાં છે.સૂચના મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને ઘરે મોકલ્યા. પોલીસ ઈન્સપેક્ટરે જણાવ્યું કે આ માત્ર અફવા છે. જ્યારે મંદિરની સફાઈ થઈ ત્યારે મૂર્તિમાં ક્યાંક સિંદૂર રહી ગયું હશે અને તે બહાર આવ્યું હશે. લોકોમાં અફવા ફેલાતા લગભગ 300 લોકો એકઠા થયા હતા. દરેકને ઘરે મોકલાયા છે.