અમેરિકામાં 22 લાખ લોકોના મોતની શક્યતા, 20 વૈજ્ઞાનિકોના ગ્રુપની આગાહી

327

વોશિંગ્ટન, તા.20 એપ્રિલ 2020, સોમવાર

– કોરોનાનુ નવુ એપી સેન્ટર બની ચુકેલા અમેરિકામાં મોતનો આંકડો 40000ને પાર કરી ગયો છે.

અમેરિકામાં લાખો દર્દીઓ કોરોના પોઝિટિવ છે.અમેરિકાને જલદી આ મહારમારીથી છુટકારો મળે તેમ લાગતુ નથી.બીજી તરફ અમેરિકાના 20 વૈજ્ઞાનિકોના ગ્રુપે એવી આગાહી કરી છે કે, અમેરિકામાં કોરોનાના કારણે 22 લાખ લોોક જીવ ગુમાવી શકે છે. જ્યારે 60 ટકા વસતી કોરોનાની ચપેટમાં આવી જશે.અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ એન્ડ પ્રિવેન્શન કંટ્રોલે અમેરિકાના ઘણા નિષ્ણાતો સાથે વાત કરીને તારણ કાઢ્યુ છે કે,અમેરિકાની 48 થી 65 ટકા વસતી કોરોનાથી સંક્રમિત થશે અને 22 લાખ અમેરિકનો મોતને ભેટી શકે છે.હવે અમેરિકામાં કોરોના શહેરોમાંથી ગામડાઓમાં પણ પ્રસરી રહ્યો છે.
અમેરિકામાં પહેલા 70000 કેસ નોંધાતા 63 દિવસ લાગ્યાહ તા જ્યારે 70000 થી સાત લાખ કેસ નોંધાતા બીજા 23 જ દિવસ લાગ્યા હતા.આમ અમેરિકામાં હવે કોરોના કંટ્રોલ બહાર છે.જેના પર કાબૂ કરવા માટે અમેરિકાને બહુ મોટુ પ્લાનિંગ કરવુ પઢશે.

આ સર્વે કરનાર સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર ડો.રોબર્ડ રેડફિલ્ડનુ કહેવુ છે કે,કોરોનાના કેસ હવે આખા અમેરિકામાં ફેલાઈ ચુક્યા છે.જેના પગલે હવે અમેરિકાએ વધારે ટેસ્ટિેંગ કરવા પડશે અને સંક્રમિત લોકોને અલગ કરવા પડશે.

Share Now