નવી દિલ્હી,
ફિચ સોલ્યૂશન્સે સોમવારે ભારતના 2020-21ના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 1.8 ટકા કર્યો છે.તેણે કહ્યું છે કે કોરોના વાયરસને પગલે ખાનગી ક્ષેત્રે લોકોની આવકમાં મોટાપાયે ઘટાડો થશે અને તેને કારણે ખાનગી કન્ઝમ્પ્શનમાં નેગેટિવ ગ્રોથ જોવા મળશે.રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે છેલ્લાં એક સપ્તાહમાં તેણે કંટ્રી-સ્પેસિફિક રિયલ જીડીપી ગ્રોથનો અંદાજ એડજસ્ટ કરવાની કવાયત કરી છે.ક્રૂડ ઓઈલના ઘટેલા ભાવ અને બીજી તરફ કોરોના વાયરસના વધેલા કેરને ધ્યાનમાં લઈને આ એડજસ્ટમેન્ટ કર્યું છે.તેણે કહ્યું કે તાજેતરમાં તેણે અંદાજ ઘટાડ્યો હતો,છતાં હજી પણ નીચે તરફ ઘટાડાનું જોખમ રહેલું છે.
તેણે કહ્યું કે 2020-21માં ભારતનો જીડીપી ગ્રોથ 1.8 ટકા રહેશે તેવી ધારણા છે.અગાઉ તેણે આ ગ્રોથ 4.6 ટકા રહેશે તેમ કહ્યું હતું.તેના મતે ફિક્સ્ડ ઈન્વેસ્ટમેન્ટમાં પણ જંગી નેગેટિવ ગ્રોથ જોવા મળશે કારણ કે આર્થિક અનિશ્ચિતતા વચ્ચે મોટાભાગની કંપનીઓ મૂડીખર્ચમાં ઘટાડો કરશે અને કેશ બચાવી શકાય તેટલી બચાવશે.કેન્દ્ર સરકાર ધીમી ગતિએ ફિસ્કલ સ્ટિમ્યુલસ આપી રહી છે તેનાથી સ્થિતિ ખરાબ જ થશે.ફિચ સોલ્યૂશને ચીન માટે પણ તેનો 2020નો રિયલ જીડીપી ગ્રોથનો અંદાજ 2.6 ટકાથી ઘટાડીને 1.1 ટકા કર્યો છે.પ્રથમ ક્વાર્ટર(જાન્યુઆરી-માર્ચ)માં ચીને જીડીપીમાં 6.8 ટકાનો નેગેટિવ ગ્રોથ દર્શાવ્ોય હતો.ચીનમાં પણ પ્રાઈવેટ કન્ઝમ્પ્શન અને નેટ એક્સપોર્ટ બન્નેમાં ખાસ્સો ઘટાડો થશે.