નવી દિલ્હી : કોરોના વાયરસ રોગચાળાના સંક્રમણને રોકવામાં માટે માર્ચ મહિનાથી દેશવ્યાપી લોકડાઉન શરૂ કરવામાં આવ્યું,લોકડાઉન પછી ડિઝિટલ ટ્રાંજેક્શનમાં વધારો થયો છે.ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ડેટા મુજબ,માર્ચમાં બેંકોના રિયલ ટાઇમ ગ્રૉસ સેલટમેન્ટ (RTGS) ટ્રાંજેક્શનમાં 34 ટકાનો વધારો જોવા મળ્યો છે.માર્ચમાં RTGSના માધ્યમથી 120.47 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે.જ્યારે ફેબ્રુઆરી 2020માં આ આંકડા ખાલી 89.90 લાખ કરોડ રૂપિયા જ હતા.બેંક ઇન્ડસ્ટ્રીના સુત્રોએ કહ્યું કે લોકડાઉનમાં કેશ અને તેના આધારિત સેવામાં ઘટાડો જોવા મળ્યો છે.ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા એટીએમથી કેસ નીકાળવામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.કોરોના વાયરસના પ્રકોપ વધવાથી મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ અને નાની કંપનીઓના કર્મચારીઓને ઘરથી કામ કરવા અને સોશિયલ ડિસ્ટેંસિંગ નિયમોના પાલન કરવાના કારણે માર્ચના ત્રીજા અને ચોથા સપ્તાહમાં ડિઝિટલ ફાઇનેંશિયલ ટ્રાંજેક્શનમાં વધારો જોવા મળ્યો છે.
રિપોર્ટ મુજબ માર્ચમાં દેશભરના કુલ 552.26 કરોડ ડિજિટલ ટ્રાંજેક્શન થયા.જેમાં 107.78 કરોડ મહિનાના પહેલા વીકમાં અને 95.57 કરોડ ટ્રાંજેક્શન બીજા સપ્તાહમાં કરવામાં આવ્યા.ડેટા મુજબ ત્રીજા અને ચોથા સપ્તાહમાં ટ્રાંજેક્શન 124.73 કરોડ અને 224.16 કરોડનો ઉછાળો જોવા મળ્યો.સરકારે 24 માર્ચથી 31 દિવસનું દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું છે.અને તેને હવે 3 મે સુધી લંબાવ્યું છે.ફેબ્રુઆરી 2020ના બદલે માર્ચના ત્રીજા અને ચોથા સપ્તાહમાં ડિજિટલ પેમેન્ટ્સમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે.જાન્યુઆરીમાં પ્રતિદિન 16.8 કરોડ અને ફ્રેબુઆરી 16.2 કરોડની સામે માર્ચમાં પ્રતિદિવસ ડિજિટલ ટ્રાંજેક્શન વધીને 18.5 કરોડ સુધી પહોંચ્યું છે.