અફઘાની અમેરિકન શીખ સંગઠનની મોદી સરકારને વિનંતી : અફઘાનમાં રહેતા હિંદુઓ તથા શીખોને ભારતમાં આશ્રય આપો

285

વોશિંગટન : તાજેતરમાં અફઘાનિસ્તાનમાં આવેલા શીખ ગુરુદ્વારામાં થયેલા આતંકવાદી હુમલાઓ તેમજ આ અગાઉ પણ હિંદુઓ તથા શીખો ઉપર થયેલા હુમલાઓથી ત્રસ્ત યુ.એસ.સ્થિત અફઘાની અમેરિકન શીખ સંગઠને મોદી સરકારને વિનંતી કરી જણાવાયું છે કે આ લઘુમતી કોમને ભારતમાં આશ્રય આપો.હાલમાં જ ભારતમાં નાગરિકતા કાયદામાં સુધારાને મંજૂરી મળી છે.જે મુજબ પાડોશી દેશના અલ્પસંખ્યકો,ખાસ કરીને હિન્દુ,શીખ,ઇસાઇ સમુદાયના લોકો શરતોને આધીન ભારતની નાગરિકતા મેળવી શકે છે.તેમણે ઉમેર્યું હતું કે અફઘાનમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સ્થિતિ દયનીય છે.તેઓ ભારત એક સુરક્ષિત દેશ રુપે જોઇ રહ્યા છે.ગ્લોબલ શીખ કોમ્યુનિટીના અફઘાનિસ્તાન કમિટીના ચેરમેન પરમજીત સિંહ બેદીએ પણ હાલમાં જ ભારત સરકારને તેમના લોકોને ભારતમાં શરણ આપવા માટે અપીલ કરી હતી.તેમણે અફઘાનમાં શીખ સમુદાયની સુરક્ષાને લઇને ડર વ્યક્ત કર્યો હતો.સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

Share Now