મહારાષ્ટ્રમાં યસ બેંક અને દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) સાથે જોડાયેલા છેતરપીંડીના કેસના આરોપી કપિલ અને ધીરજ વાધવાનની આખરે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે.રવિવારે થયેલા આ અરસેસ્ટમાં વાધવાન ભાઇઓને મહાબળેશ્વરથી પકડી લેવાયા છે અને તેમની સામે કોર્ટ ઑફ સ્પેશ્યલ જજ દ્વારા મુંબઇની કોર્ટનાં CBI કેસિઝ અંતર્ગત બિનજામીની અરેસ્ટ વોરન્ટ જારી કરાયું છે.
બંન્ને આરોપીઓને આજે સ્પેશ્યલ CBI કોર્ટમાં હાજર કરાશે. CBIએ 7મી માર્ચે આ બંન્ને ભાઇઓ સામે યેસ બેંક સાથે છેતરપીંડી કરાવનો ગુનો દાખલ કર્યો હતો.રાના કપુર સાથે આ બંન્ને ભાઇઓનાં નામ પણ યેસ બેંક મુદ્દામાં ઉછળ્યા હતા.
બંન્ને ગુનેગારો છટકી ગયા હતા અને પલાયન હતા.તેમણે કોઇપણ કાળે પોતાની ધરપકડ ટાળવાનો પ્રયાસ કર્યો. CBIનાં સ્પેશ્યલ કોર્ટે ફાઇલ કરેલી પિટીશનને આધારે તેમની વિરુદ્ધ NBW એટલે કે નોન બેલેબલ વૉરંટ જાહેર કર્યા હતા.17મી માર્ચે આ વોરંટ જાહેર કરાયા પણ છતાં પણ વાધવાન ભાઇઓ CBI કે કોર્ટ સમક્ષ હાજર ન થયા.CBIને જાણકારી મળી કે બંન્ને ભાઇઓ સતારામાં પંચગીનીમાં સરકારી ઇન્ટિટ્યુશનલ ક્વોરેન્ટિન સેન્ટરમાં છે.આ પછી તાત્કાલિક જ સતારાનાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસને ઇમેઇલ દ્વારા જણાવાયું હતું કે આ બંન્ને ભાઇઓને ત્યાંથી છટકવા ન દેવા.ગુનેગારોની અરજીને પગલે કોર્ટે 5 મે સુધી વોરંટ પર સ્ટે મૂક્યો.હાલમાં ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે.
આખો દેશ લૉકડાઉનમાં છે તેને મહિના ઉપર થઇ ગયું છે ત્યારે રાજ્યનાં ગૃહમંત્રાલયનાં અધિકારી અમિતાભ ગુપ્તાએ વાધવાન ભાઇઓને પરિવારનાં બીજા 7 જણા સાથે ખંડાલાથી મહાબળેશ્વર જવાની પરવાનગી આપી હતી.આ પરવાનગી 8 એપ્રિલે અપાઇ હતી જેને કારણે ભારે વિવાદ છેડાયો હતો.આ પહેલાં આખો પરિવાર છેલ્લા ઘણા દિવસથી ખંડાલાના ગેસ્ટ હાઉસમાં છુપાયેલો હતો. લૉકડાઉન પછી ગેસ્ટ હાઉસનો સંચાલક સતત રૂમ ખાલી કરવા માટે તેઓ ઉપર દબાણ કરી રહ્યો હતો.ત્યાર પછી આ પરીવાર 8 એપ્રિલે અમિતાભ ગુપ્તાનો પત્ર લઈને મહાબળેશ્વર જવા નિકળ્યો હતો.સાતારા પોલીસે તેને મહાબળેશ્વરથી થોડે જ દૂર પકડી લીધા હતા.મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખે વિવાદોને પગલે આ કેસમાં તરત તપાસ કરવા સૂચના આપી હતી અને જે IAS અધિકારીએ આ પરવાનગી આપી હતી તેને ફરજિયાત રજા પર ઉતારી દીધા હતા.
આ અગાઉ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે વાધવાન ભાઇઓનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયો છે એવામાં સીબીઆઇ અને ઇડી બન્નેને કસ્ટડીમાં લઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓ તેમને કસ્ટડીમાં ન લે ત્યાં સુધી તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે,લંડન ભાગવા દેવાની તક નહીં અપાય.