– મૌલાના તારિક જમિલે કહ્યું- જો લોકો અશ્લીલતા છોડી દેશે કોરોના વાયરસ ભાગી જશે
ઈસ્લામાબાદ,
પાકિસ્તાનના એક પ્રસિદ્ધ મૌલાનાએ જણાવ્યું કોરોના વાયરસ અશ્લીલતા અને નગ્નતા માટે અલ્લાહના ગુસ્સાનું પરિણામ છે.મૌલાના તારિક જમિલે લાઈવ ટીવી પર વડાપ્રધાન ઈમરાન ખાનની હાજરીમાં આ ટિપ્પણ કરી હતી.23 એપ્રિલે કોરોના વાયરસ માટે ફંડ એકત્ર કરવા માટે પાકિસ્તાનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મૌલાનાએ સવાલ કર્યો કે,અમારા દેશની દિકરીઓ કેમ નાચી રહી છે.તેમના ડ્રેસ કેમ નાના થતા જઈ રહ્યા છે.સમાજમાં જ્યારે નિર્લજ્જતા વધે છે ત્યારે અલ્લાહ પોતાનો પ્રકોપ મોકલે છે. જો તમામ લોકો ખોટું બોલવાનું છોડી દે, છેતરપિંડી કરવાનું છોડી દે અને અશ્લીલતા છોડી દે કોરોના વાયરસ ભાગી જશે.તેઓ અલ્લાહ પાસેથી મદદ માગતા જણાવે છે કે,અમે આ વાયરસને વેન્ટિલેટર,વેક્સીન,દવાથી રોકી શકતા નથી.લોકડાઉનથી પણ આ બીમારી જશે નહીં.ત્યારબાદ મૌલાના રડી પડે છે.
પાકિસ્તાનમાં અનેક લોકોએ મૌલાનાના નિવેદનની નિંદા કરી છે.કેટલાક લોકો આને મહિલાઓનું અપમાન ગણાવ્યું છે.કાયદો અને ન્યાયના સંસદીય સચિવ મલીન બુખારીએ ટ્વીટ કર્યું કે,મહામારીના પ્રસારને કોઈપણ સ્થિતિમાં મહિલાની ધર્મનિષ્ઠતા કે પછી નૈતિકતા સાથે જોડી શકાય નહીં.માનવાધિકાર મંત્રી શિરેન માજરીએ જણાવ્યું કે,આવા પ્રકારના આરોપોને બહાને મહિલાઓને નિશાન બનાવવામાં આવે તે સ્વીકાર્ય નથી.