PM મોદીએ આપ્યા સંકેત, 3 મે બાદ હૉટસ્પૉટમાં ચાલુ રહેશે લૉકડાઉનઃ સૂત્ર

290

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ ખતમ થઈ ગઈ છે.લગભગ 3 કલાક ચાલેલી આ મહત્વની બેઠકમાં આગળની રણનીતિ પર રાજ્યોએ પોતાનુ મંતવ્ય રજૂ કર્યુ.બેઠકમાં પીએમ મોદીએ લૉકડાઉન વિશે ચર્ચા પણ કરી.સૂત્રો મુજબ પીએમ મોદીએ એવા સંકેત આપ્યા કે દેશમાં કોરોનાના હૉટસ્પૉટમાં 3 મે બાદ પણ લૉકડાઉન ચાલુ રહેશે.વળી, ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ આ રીતની સલાહ આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે ચાલી રહેલ વીડિયો કૉન્ફરન્સ બેઠક હવે ખતમ થઈ ગઈ છે.લગભગ ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં લૉકડાઉન અને કોરોના સંકટ વિશે વાતચીત થઈ. સૂત્રો મુજબ બેઠકમા નક્કી થયુ કે હૉટસ્પૉટ વિસ્તારોમાં જ લૉકડાઉન ચાલુ રહેશે. જે રાજ્યોમાં સ્થિતિ કાબુમાં છે ત્યાં જિલ્લાવાર અમુક છૂટ આપવામાં આવે. જો કે અંતિમ નિર્ણય 3 મે સુધી લેવામાં આવશે.

બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ કે અર્થવ્યવસ્થાના મોરચે ચિંતા કરવાની જરૂર નથી.આપણી અર્થવ્યવસ્થા સારી છે.બેઠકમાં નવમાંથી પાંચ મુખ્યમંત્રીઓએ કહ્યુ કે લૉકડાઉન સમાપ્ત થવુ જોઈએ જ્યારે બાકી કોરોના વાયરસના પ્રસારને નિયંત્રિતકરવા માટે આનો વિસ્તાર કરવાના પક્ષમાં હતા.સૂત્રોએ કહ્યુ કે પ્રધાનમંત્રીએ બધા રાજ્યોને સંક્રમણના સ્તરના આધારે જિલ્લાઓને રેડ, ગ્રીન અને ઓરેન્જમાં વહેંચવાની પોતાની યોજના તૈયાર કરવા માટે કહ્યુ છે.સૂત્રો મુજબ ગ્રીન અને ઓરેન્જ ક્ષેત્રોમાં આર્થિક ગતિવિધિઓ ફરીથી ખુલવાની સંભાવના છે.

બેઠકમાં કહેવામાં આવ્યુ કે કોઈ પણ વેપારી ગતિવિધિઓને માત્ર સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્ક અનિવાર્યતા સાથે ફરીથી શરૂ કરવાની અનુમતિ આપવામાં આવશે.મેઘાલયના સીએમ કોનાર્ડ સંગમાએ કહ્યુ કે પીએમ મોદી સાથે વીડિયો કૉન્ફરન્સિંગમાં અમે 3 મે બાદ પણ લૉકડાઉન લંબાવવાની અપીલ કરી. તેમણે કહ્યુ, ‘અમે આ બેઠકમાં 3 મે બાદ પણ લૉકડાઉન લંબાવવાની અપીલ કરી છે.આમાં ગ્રીન ઝોન અને જ્યાં કોરોનાની અસર નહિ હોય ત્યાં ગતિવિધિઓમાં ઢીલ આપવાની અપીલ કરી છે.’

પીએમે આ બેઠકમાં રાજ્યોને મોટાપાયે સુધારો કરવાની માંગ કરી.તેમણે કહ્યુ કે આ સુધારાની યોજના બનાવવાનો યોગ્ય સમય છે.રાજ્ય સામાજિક અને આર્થિક કલ્યાણ માટે સુધારાની યોજના બનાવે અને આનો રિપોર્ટ કેન્દ્રને મોકલે.બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે હજારો જિંદગીઓ બચાવવામાં પ્રયાસ મહત્વપૂર્ણ છે.પહેલા લૉકડાઉનમાં કડકાઈ અને બીજામાં અમુક ઢીલ આપવાથી અનુભવ મળ્યો.રાજ્યોમાં સારુ કામ થયુ છે.અમને સતત એક્સપર્ટ્સના સૂચનો મળી રહ્યા છે.હવે મનરેગા સહિત ઘણા ઉદ્યોગોના કામ શરૂ થઈ ગયા છે.

Share Now