લોકડાઉનથી ઈકોનોમીને ૧૦ લાખ કરોડનું નુકસાન

273

– ક્રિસીલે જીડીપીનું અનુમાન ઘટાડી ૧.૮ ટકા કર્યુ

મુંબઈ, તા. ૨૮ :. ઘરેલુ રેટીંગ એજન્સી ક્રિસીલે સોમવારે (૨૭ એપ્રિલે) ભારતની ૨૦૨૦-૨૧ આર્થિક વૃદ્ધિના પોતાના અનુમાનને લગભગ અડધુ કરીને ૧.૮ ટકા કરી દીધી.એજન્સીએ કહ્યું કે કોરોના વાયરસ પર નિયંત્રણ માટે કરાયેલા લોકડાઉનથી અર્થવ્યવસ્થાને ૧૦ લાખ કરોડનું નુકસાન થવાનું અનુમાન છે.આ નુકસાન વ્યકિત દીઠ લગભગ ૭૦૦૦ રૂપિયા જેટલું છે.એજન્સીએ કોવિદ-૧૯ સંકટ દરમિયાન સરકારની અત્યાર સુધીની પ્રતિક્રિયાની ટીકા કરી છે અને કહ્યું છે કે સરકારી મદદમાં જોરદાર વધારો થવો જોઈએ.એજન્સીએ આ પહેલા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જીડીપીમાં ૬ ટકાના વધારાનું અનુમાન કર્યુ હતુ.જેને માર્ચ અંતમાં ઘટાડીને ૩.૫ ટકા અને હવે ૧.૮ ટકા પર લાવી દીધુ છે.અન્ય એક રેટીંગ એજન્સી ઈન્ડીયા રેટીંગ એન્ડ રિસર્ચ (ઈંડ-આરએ) એ પણ ભારતની ૨૦૨૦-૨૧ની આર્થિક વૃદ્ધિના અંદાજને વધુ ઘટાડીને ૧.૯ ટકા કરી દીધો છે.જે છેલ્લા ૨૯ વર્ષમાં સૌથી ઓછો છે.

Share Now