– મુફ્તીઓએ કહ્યું- કોરોના ટેસ્ટ માટે નાક અને મોઢામાંથી સેમ્પલ લેવાથી રોજા તૂટશે નહીં
નવી દિલ્હી,
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.કોરોના સામે લડત ચાલી રહી છે અને હજારો લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.સાથે સાથે પવિત્ર રમઝાન માસ પણ ચાલી રહ્યું છે.જેને લીધે દારુલ ઉલૂમે ફતવો જાહેર કરીને જણાવ્યું છે કે,રોજાની હાલતમાં ટેસ્ટ કરાવવાથી રોજા પર કોઈ અસર થશે નહીં.દારુલ ઈફ્તાના મુફ્તીઓએ જણાવ્યું છે કે,કોરોના ટેસ્ટ માટે નાક અને મોઢામાંથી સેમ્પલ લેવાથી રોજા તૂટશે નહીં.
જનપદ બિજનૌરના સ્યોહરાના રહેવાસી અરશદ અલીએ દારુલ ઉલુમના ઈફ્તા વિભાગથી સવાલ કર્યો હતો કે શું રોજાની હાલતમાં કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી શકાય છે.દારુલ ઈફ્તાના વરિષ્ઠ મુફ્તી હબીબુર્રહમાન અને મુફ્તી મહમૂદ બુલંદશહરીની અધ્યક્ષતામાં ચાર સભ્યોની પીઠે ફતવા નંબર એન-549ના માધ્યમથી પોતાના જવાબમાં લખ્યું કે,કોરોના ટેસ્ટ માટે નાક અને મોઢામા રૂ વાળી સ્ટીક હોય છે જેના પર કોઈ દવા કે કેમિકલ હોતું નથી.
આ સ્ટિક પણ માત્ર એક જ વખત મોઢામાં નાંખવામાં આવે છે.ત્યારબાદ તેના દ્વારા તપાસ કરવામાં આવે છે.તેથી કોરોના સંક્રમણના ટેસ્ટથી રોજા પર કોઈ અસર પડશે નહીં.