નવી દિલ્હી,
કોરોના વાયરસને પગલે બજારમાં ઊભા થયેલા અનેક પડકારોનો સામનો કરવાના પ્રયાસરૂપે સેબીએ સોમવારે બ્રોકર ટર્નઓવર ફીમાં ઘટાડો કર્યો હતો. આ ઉપરાંત આઈપીઓ,રાઈટ્સ ઈશ્યૂ અને શેર બાયબેક માટે ઓફર ડોક્યૂમેન્ટ ફાઈલ કરાવવા માટેના ચાર્જીસમાં પણ ઘટાડો કર્યો હતો.સેબીએ એક સરક્યૂલર બહાર પાડીને જાહેરાત કરી હતી કે બ્રોકર ટર્નઓવર ફીમાં 50 ટકાનો ઘટાડોકરી દેવાયો છે, જે જૂન 2020થી માર્ચ 2021 સુધી લાગુ રહેશે. ફીમાં ઘટાડાનો આ લાભ આપોઆપ રોકાણકારોને પણ મળી જશે તેમ તેણે કહ્યું હતું. આ ઉપરાંત પબ્લિક ઈશ્યૂ, રાઈટ્સ ઈશ્યૂ અને શેર બાયબેક માટે ઓફર ડોક્યૂમેન્ટ્સના ફાઈલિંગ ચાર્જમાં પણ 50 ટકાનો ઘટાડો કરાયો છે.તે 1 જૂન, 2020થી 31 ડિસેમ્બર, 2020 સુધી લાગુ રહેશે.અન્ય એક સરક્યૂલરમાં સેબીએ કેશ અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ માટે માટે રિવાઈઝ્ડ માર્જિન ફ્રેમવર્કનો અમલ વધુ એક મહિના માટે લંબાવ્યો છે.હવે તે 1 જૂન સુધી લાગુ રહેશે.


