ભારતમા સતત ફેલાઈ રહેલા કોરોના વાયરસ અને લોકડાઉનના પગલે ફિચ રેટિંગ એજન્સી બાદ હવે મૂડીઝે પણ ભારતનું આર્થિક વૃદ્ધિના અનુમાનને ઘટાડી દીધું છે.જેમા નવા અનુમાન મુજબ કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં ભારતનો જીડીપી ગ્રોથ માત્ર ૦.૨ ટકા રહેશે.આ પૂર્વે મૂડીઝે માર્ચ મહિનામા તે ૨.૫ ટકા રહેવાનું અનુમાન કર્યું હતું.મૂડીઝે આશા છે કે વર્ષ ૨૦૨૧મા ભારતનો વૃદ્ધી દર ૬.૨ ટકા રહી શકે છે.
આ ઉપરાંત મૂડીઝે રીપોર્ટમા કહ્યું છે કે ભારતમા લોકડાઉન ૨૧ દિવસથી વધારીને ૪૦ દિવસનો કરી દેવામા આવ્યો છે.જેમાં કૃષિ ઉત્પાદન અને ગ્રામીણ વિસ્તારોને છુટ આપવામા આવી છે.તેમજ દેશે નક્કી કર્યું હતું કે દેશના અમુક વિસ્તારો વાયરસમુક્ત રહેવા જોઈએ.તેમજ ભારતે આ લોકડાઉનને ખોલવા માટે પણ તબક્કાવાર આયોજન કર્યું છે. મૂડીઝના રીપોર્ટ અનુસાર જી-૨૦ દેશોના વૃદ્ધિ દરમા સામુહિકરૂપે ૫.૮ ટકાનો ઘટાડો થશે.અનુમાન છે કે કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં ચીનનો વૃદ્ધિદર એક ટકા સુધી રહેવાનું અનુમાન છે.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે,ફિચ સોલ્યુશને ભારતના જીડીપી ગ્રોથ અનુમાનમા ભારે ઘટાડો કરતા કહ્યું હતું કે આ નાણાકીય વર્ષમા માત્ર વૃદ્ધિ દર ૧.૮ ટકા થવા રહેવાનું અનુમાન છે.નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતના આર્થીક વૃદ્ધિ દરના પૂર્વઅનુમાનો ઘટાડો કર્યો છે.જેમાં ફિચ સોલ્યુશને ભારતનું વૃદ્ધી અનુમાન ૧.૮ ટકા કરી દીધું હતું.ફિચે કહ્યું કે જીડીપીમા ૪.૬ ટકા વધારાનું અનુમાન લગાવ્યું છે.રેટિંગ એજન્સીએ કહ્યું કે કોરોના વાયરસ મહામારીના પગલે સ્થાનિક માંગમા ઘટાડો થયો છે અને લોકોની આવકમા પણ ઘટાડો થયો છે.
તમામ રેટિંગ એજન્સીઓએ કોરોનાના પગલે ભારતના જીડીપી ગ્રોથ અનુમાન ઘટાડી રહી છે.અલગ અલગ એજન્સીઓએ ભારતના જીડીપી વૃદ્ધીદરનું અનુમાન આ વર્ષે શૂન્યથી ૧.૯ ટકા સુધીનું અનુમાન લગાવ્યું છે.જયારે એક ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર ફિચ સોલ્યુશને કહ્યું છે કે છેલ્લા સપ્તાહ દરમ્યાન ક્રુડ ઓઈલની સતત ઘટતી કિંમતો અને કોરોના વાયરસની મહામારીના પ્રકોપના પગલે આ દેશોમા જીડીપી વૃદ્ધીના પૂર્વાનુમાન ફરી એક વાર રીવ્યુ કર્યા છે.
ફિચના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૦-૨૧ મા ભારતનો રીયલ જીડીપી વૃદ્ધીદરનું અનુમાનને ૪.૬ ટકાથી ઘટાડીને ૧.૮ ટકા કરી દીધું છે.રેટિંગ એજન્સીએ કહ્યું છે કે તેનું અનુમાન છે કે ખાનગી વપરાશમા ઘટાડો થયો છે અને કોવીડ-૧૯ ના પગલે મોટા પ્રમાણમા લોકોની આવક ઘટી છે.


