વોશિંગ્ટન તા. ૨૮: કોરોનાના કહેરથી સૌથી વધારે કણસી રહેલ અમેરીકાને મહાશકિત હોવાની છબીને પણ ધક્કો લાગ્યો છે અને તેને સુધારવા માટે તે ગુપ્ત મિશનમાં લાગી ગયુ છે.પરમાણું બોંબ બનાવવામાં મદદ કરનાર વૈજ્ઞાનિકો અને કેટલાક ઉદ્યોગપતિઓ અને મેનહટન પ્રોજેકટ શરૂ કર્યો છે.આ મિશન દ્વારા કોરોનાનો ઈલાજ શોધવામાં આવશે અને ગુપ્ત માહિતી સીધી વ્હાઇટ હાઉસ પહોંચાડવામાં આવશે.અમેરિકાના ડઝનથી પણ વધારે ટોચના વૈજ્ઞાનિકો અને અબજોપતિઓ તેનો ભાગ છે.ભૌતિક વૈજ્ઞાનિકમાંથી વેન્ચર કેપીટલીસ્ટ બનેલા ૩૩ વર્ષના ટોમ કેહીલ તેની આગેવાની લેશે.જે જનતાની નજરથી દુર બોસ્ટનમાં એક બેડરૂમના ભાડાના મકાનમાં રહે છે.કેહીલ પાસે ભલે એક જ સૂટ હોય પણ વ્હાઇટ હાઉસમાં સુત્રો ઘણા છે.કેહીલની સાથે પરમાણુ બોમ્બ તૈયાર કરવામાં મદદ કરનાર ઘણા વૈજ્ઞાનિકો પણ છે. કેહીલ દુર્લભ વારસાગત બિમારી પર શોધ માટે વિશ્વ વિખ્યાત છે.આ વખતે તેની જવાબદારી એવા ક્રાંતિકારી સૂચનો આપવાની છે જેનાથી કોરોનાનો ખાત્મો થાય.
આ મિશનમાં હાવર્ડ, સ્ટેનફોર્ડ વગેરેના કેમીકલ બાયોલોજીસ્ટ,શરીરના પ્રતિરોધક તંત્ર મગજ,કેન્સર,વાયરસ નિષ્ણાંતોની સાથે પરમાણુ વૈજ્ઞાનિક પણ સામેલ છે.જેમા ૨૦૧૭ના નોબેલ વિજેતા માઇકલ રાસબેસ પણ છે.આ લોકો વાયરસ સાથે સંકળાયેલ હજારો રિસર્ચ તપાસશે અને રીસર્ચ કંપનીઓ અને સંસ્થાનો સાથે સમન્વય કરીને માહિતી સરકારને પહોંચાડશે.આ ગ્રુપ સાથે જોડાયેલ દરેક વૈજ્ઞાનિક રોજ દસથી વધારે રીસર્ચ પેપરો તપાસે છે.તેણે કોરોનાનો ખાત્મા માટે અજબગજબના સુચનોવાળો ૧૭ પાનાનો રિપોર્ટ તૈયાર કયો છે.તેમા ઈબોલાના ઈલાજની રસીથી કેટલાય ગણી તીવ્રતાવાળી દવાનો ઉપયોગ સામેલ છે.તેઓ ૨૦૦૩ના સાર્સની સાથે કોરોના વાયરસ પ્રજાતિના બધા વાયરસોની કુંડળી તપાસી રહ્યા છે.જેથી આ કોયડો ઉકેલી શકાય.હાવર્ડ યુનિવર્સિટીના રિસર્ચર અને આ ગ્રુપના સભ્ય સ્ટુઅર્ટ સેબરે કહયુ કે અમે નિષ્ફળ પણ થઇ શકીએ,પણ જો અમે સફળ થયા તો દુનિયાને બદલી નાખીશું