– ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને લઈને ચીન પર નિશાન તાક્યું
વોશિંગ્ટન,
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે,કોરોના વાયરસને લઈને ચીનનું વલણ એ વાતના પુરાવા છે કે બેઈજિંગ તેમને ચૂંટણીમાં હરાવવા માટે કંઈપણ કરશે.કોરોના વાયરસથી અમેરિકામાં 60 હજારથી વધારે લોકોના મોત થયા છે.
એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું કે,કોરોના વાયરસને લઈને ચીનનું જે વલણ છે તેને લઈને હું અલગ-અલગ પરિણામો પર વિચાર કરી રહ્યો હતો.હું ઘણું બધુ કરી શકું છું.ચૂંટણી હરાવવા અંગે આક્ષેપ કરતા ટ્રમ્પે જણાવ્યું કે, જો હું હારી જઈશ તો ચીન કંઈપણ કરી શકે છે.તેમના મતે ચીન તેમન હરીફ જો બિડનને જીતાડવા માગે છે જેથી ચીન પર વેપાર અને અન્ય મુદ્દે જે દબાણ બન્યું છે તે ઓછું થઈ જાય.અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે,તેમની સરકાર એ વાતની ગંભીર તપાસ કરી રહી છે કે,ગયા વર્ષે ચીનના વહુાન શહેરમાં કોરોના પ્રકોપની શરૂઆત બાદ શું થયું. તેમણે જણાવ્યું હતું કે,ચીન પર અબજોનો ડોલરનો દંડ ફટકારવામાં આવી શકાય છે.


