કોરોનાના કહેર વચ્ચે હવે ગૃહ મંત્રાલય રજૂ કરશે નવી ગાઈડલાઈન : ચાર મેથી લાગુ થશે

316

– ગાઈડ લાઈનમાં અનેક જિલ્લાઓ અલગ અલગ પ્રકારની છૂટ આપવામાં આવશે.

નવી દિલ્હી ; દેશમાં કોરોનાના કહેર વચ્ચે ગુરહ મંત્રાલય દ્વારા ફરી નવી ગાઈડ લાઈન જાહેર થશે દેશમાં ત્રણ મે સુધી લોકડાઉન લાગું છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે કોરોના વાયરસ સામેની લડાઈમાં નવી ગાઈડલાઈન લાવશે.જે આગામી 4 મેથી લાગુ પડશે.ગૃહમં ત્રાલયના પ્રવક્તાએ સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યું હતું કે,આ ગાઈડ લાઈનમાં અનેક જિલ્લાઓ અલગ અલગ પ્રકારની છૂટ આપવામાં આવશે.તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં આ અંગે ટ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય કે વડાપ્રધાન મોદીએ 23 માર્ચથી 14 એપ્રિલ સુધી પહેલા તબક્કાનું લોકડાઉન આપ્યું હતું.ત્યારબાદ વધતા જતા કોરોના વાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ ફરીથી 19 દિવસનું બીજા તબક્કાનું લોકડાઉન આપ્યું હતું.જે આગામી ત્રણ મે સુધી ચાલશે.જોકે,હવે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા લોકડાઉન બાદના દિવસોનું પ્લાનિંગ કર્યું છે.જે અંગે આગામી દિવસોમાં ગાઈડલાઈન રજૂ કરશે.અત્યારે દેશમાં કોરોના વાયરસની સ્થિતિની વાત કરીએ તો દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 હજાર 693 થઈ ગઈ છે.બુધવારે મધ્ય પ્રદેશમાં 94,આંધ્ર પ્રદેશમાં 73,રાજસ્થાનમાં 29,પશ્વિમ બંગાળમાં 28,રાજસ્થાનમાં 19 અને ઓરિસ્સામાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ પહેલા મંગળવારે કોરોના સંક્રમણના એક દિવસમાં સૌથી વધારે 1902 કેસ આવ્યા હતા.અત્યાર સુધી 7747 દર્દી એટલે કે લગભગ 25% દર્દી સાજા થયા છે.9 રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા 1000 કરતા વધારે છે.દર્દીઓના સાજા થવાના કેસમાં તેલંગાણાની સ્થિતિ સૌથી સારી છે. અહીંયા 1009 સંક્રમિતોમાંથી 374,એટલે કે લગભદ 37% સાજા થઈ ચુક્યા છે.ત્યારબાદ 33% સાથે દિલ્હી બીજા નંબરે છે.1000થી ઓછા દર્દી વાળા રાજ્યોમાં કેરળમાં 74% અને હરિયામામાં 73% દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Share Now