નવી દિલ્હી: વૈશ્વિક કોરોના સંકટ છતાં વિશ્વવ્યાપી હથિયારોનો ખર્ચ સતત વધતો જાય છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસઆઇપીઆરઆઈ) દ્વારા જારી કરવામાં આવેલા છેલ્લા આંકડા દર્શાવે છે કે વર્ષ 2019માં સરકારો દ્વારા વિશ્વભરમાં યુધ્ધની તૈયારી માટે $ 1.9 ટ્રિલિયન ખર્ચવામાં આવ્યા હતા,જે એક વર્ષ અગાઉના વર્ષના તુલનામાં 3.6% વધારે છે.
વિશ્વના લગભગ દરેક દેશનું સંરક્ષણ બજેટ વધી રહ્યું છે, પછી ભલે તે અમેરિકા હોય કે જર્મની.યુએસ સંરક્ષણ બજેટમાં 5.3% નો વધારો થયો છે, જ્યારે જર્મનીએ પણ તેના સંરક્ષણ બજેટમાં 10% વધારો કર્યો છે.પરંતુ જો આ વિશાળ સંરક્ષણ બજેટનો થોડો ભાગ આરોગ્ય સેવાઓ પર ખર્ચ કરવામાં આવે તો પરિસ્થિતિ મોટા પાયે સુધરી શકે છે.જેમ કે એક યુદ્ધવિમાનના બદલે 3244 આઇસીયુ બેડ લગાવી શકાય છે.સબમરીનના સ્થાને આધુનિક સુવિધાઓવાળી 9 હજારથી વધુ એમ્બ્યુલન્સ ખરીદી શકાય છે.આ તુલના ગ્રીનપીસના તાજેતરના રિપોર્ટમાં કરવામાં આવી છે.