HULનો નફો 3.9 ટકા ઘટી 1,512 કરોડ થયો

368

નવી દિલ્હી,

હિન્દુસ્તાન યુનિલિવર (એચયુએલ)નો માર્ચ 2020ને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 3.93 ટકા ઘટીને ~1,512 કરોડનો થયો હતો જે આગલા વર્ષના સમાન ગાળામાં ~1,574 કરોડ હતો. કંપનીનું વેચાણ ચોથા ત્રિમાસિક ગાળામાં 9.61 ટકા ઘટીને ~9,055 કરોડનું થયું હતું જે આગલા વર્ષના સમાન ગાળામાં ~10,018 કરોડ હતું. કંપનીની કામગીરી પર કોવિડ-19ની અસર માર્ચ મધ્યથી જોવાઈ હતી અને રાષ્ટ્રીય સ્તરે લોકડાઉનની સ્થિતિને કારણે ઉત્પાદનને પ્રતિકૂળ અસર થઈ હતી. સ્થાનિક કમ્ઝયુમર ગ્રોથ 9 ટકા અને વોલ્યૂમ ગ્રોથ 7 ટકા ઘટ્યો હતો. જ્યારે ઇબીઆઇટીડે માર્જીન 40 બેસિઝ પોઇન્ટ ઘટ્યું હતું. કંપનીનો કુલ ખર્ચ 6.86 ટકા ઘટીને ~7,412 કરોડનો રહ્યો હતો.

Share Now