અમદાવાદ : એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ(એજીઆર) સંબિધત ટેલિકોમ કંપનીઓની બાકી રકમ અંગે એક સેકન્ડ માટે પણ અમે દલીલો સાંભળવા તેયાર નથી તેમ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે એજીઆર પેટે ટેલિકોમ કંપનીઓને કુલ 1.6 લાખ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા, ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીર અને ન્યાયમૂર્તિ એમ આર શાહની બનેલી ખંડપીઠે પોતાના ચુકાદામાં આ ટિપ્પણી કરી હતી.ઉલ્લેખનીય છે કે ટેલિકોમ કંપનીઓએ એજીઆરની બાકી રકમ ચૂકવવા માટે વધુ સમયની માગ કરી હતી.
આ અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે એજીઆરની બાકી રકમ ચૂકવવા માટે ટેલિકોમ કંપનીઓને 20 વર્ષ સુધીનો સમય આપવો જોઇએ.ખંડપીઠે જણાવ્યું હતું કે અમે એક સેકન્ડ માટે પણ એજીઆરની બાકી રકમની સમીક્ષા કરવા માટેની દલીલો સાંભળીશું નહીં.
સુનાવણી દરમિયાન ખંડપીઠે જણાવ્યું હતું કે 15 કે 20 વર્ષ યોગ્ય સમયગાળો નથી અને કંપનીઓએ યોગ્ય સમયગાળા સાથે આગળ આવવું જોઇએ. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે તે ટેલિકોમ કંપનીઓએ નાદારી અંગે કરેલા બોનિફાઇડની સમીક્ષા કરશે.
સુપ્રીમ કોર્ટે અજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (AGR) મામલે સુનાવણી કરતા આદિત્ય બિરલા ગ્રુપની ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાને સખ્ત શબ્દોમાં ચેતવણી આપી છે અને ત્યાં સુધી કે, હવે તે કંપનીઓના અધિકારીઓને જેલમાં મોકલી દેશે.
આ મમાલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે વકીલ મુકુલ રોહતગીને કહ્યુ હતું કે,જો તમે દાયકાઓથી ખોટ ખાઈ રહ્યા છો,તો તમારા પર કઈ રીતે વિશ્વાસ કરી શકાય. તમે એજીઆરના બાકી નિકળતા નાણા કઈ રીતે ચુકવશો.જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યુ હતું કે,જો તમે અમારા આદેશનું પાલન નહીં કરો,અમે સખ્ત એક્શન લઈશું. હવેથી જે લોકો પણ ખોટુ કરશે,તેને સીધા જેલમાં મોકલી દઈશું.
18 જૂનના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન(ડીઓટી)એ ગેઇલ જેવી નોન ટેલિકોમ પીએસયુ પાસેથી 4 લાખ કરોડ રૂપિયાની એજીઆર સંબિધત બાકી રકમ નહીં વસૂલવાનો નિર્ણય લીધો છે.
આ બાબતે વકીલ રોહતગીએ કંપનીનું સમગ્ર નેટવર્થને લઈ કહ્યુ હતું કે, 15 વર્ષની કમાણી ખતમ થઈ ગઈ છે. અમે નાણાકીય દસ્તાવેજ,જેમ કે ઈન્કમ ટેક્સ રિટર્ન જમા કરાવી દીધુ છે.વિતેલા 15 વર્ષમાં કંપનીની કમાણી પુરી થઈ ગઈ છે.પ્રમોટરોએ 1 લાક કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા,તે પણ ખતમ થઈ ગયા છે.
સુપ્રીમ કોર્ટે ભારતી એરટેલ, વોડાફોન આઇડિયાને એજીઆરની બાકી રકમ ચૂકવવા માટે યોગ્ય સમયગાળાનો પેમેન્ટ પ્લાન રજૂ કરવા જણાવ્યું છે.સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને એજીઆરની બાકી રકમ ચૂકવવા માટે કેટલો સમય આપવો જોઇએ તે અંગેનો ચુકાદો અનામત રાખ્યો છે.કેસની આગામી સુનાવણી 10 ઓગસ્ટે રાખવામાં આવી છે.


