એમેઝોન, તા. 25 માર્ચ 2022 શુક્રવાર : એમેઝોનનુ જંગલ દુનિયાનુ સૌથી મોટુ રેન ફોરેસ્ટ છે.જે તાજેતરમાં જ કેટલાક કારણોથી ચર્ચાનો વિષય બન્યો છે.એમેઝોનના ગાઢ જંગલોમાં લગભગ એક મહિના બાદ મળેલા બે બાળકોની તસવીર અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર આ બાળકોની તસવીર વાયરલ થવા સાથે જ આની આપવીતી જાણ્યા બાદ દરેક હેરાન છે.બે ભાઈ એમેઝોન રેન ફોરેસ્ટમાં લગભગ એક મહિના પહેલા ગુમ થઈ ગયા હતા,જેમને હવે શોધી લેવાયા છે.
ઘટના બ્રાઝિલના મેનીકોરની છે. એમેઝોન રેન ફોરેસ્ટમાં 27 દિવસ પહેલા 2 ભાઈ ગુમ થઈ ગયા હતા,જેમને હવે જીવિત શોધી લેવાયા છે.બંને ભાઈ પક્ષીનો શિકાર કરવા ગયા હતા.જે બાદથી તેમની જાણકારી મળી નહીં.જેમાં મોટો ભાઈ 8 વર્ષનો છે.જેનુ નામ ગ્લેસન કાર્વાલ્હો રિબેરો છે. 6 વર્ષીય નાના ભાઈનુ નામ ગ્લેકો કાર્વાલ્હો રિબેરો છે.
બંને ભાઈ 27 દિવસ સુધી લાપતા હતા.આ ઘટના બ્રાઝિલના મેનીકોરની છે.એમેઝોનના રેન ફોરેસ્ટમાં લાકડા કાપી રહેલા શખ્સની નજર આ બંને બાળકો પર પડી.જે બાદ બંનેને બોટ દ્વારા લોકલ ટાઉન લઈ જવાયા.
પબ્લિક સિક્યોરિટી સેક્રેટેરિએટ અનુસાર હવે બંને બાળકોને પ્લેનથી રાજ્યની રાજધાની મનોસ લઈ જવાયા છે.બંને ભાઈની તસવીર પણ સામે આવી ચૂકી છે.જેમાં તે બંને ઘણા દૂબળા પાતળા જોવા મળી રહ્યા છે.હવે આ બાળકોની સુરક્ષા માટે મેનીકોરના ડોક્ટરને એક્સપર્ટસે હેલ્થ ગાઈડલાઈન પણ આપી છે.
પહેલા જ બંને લાપતા બાળકોની તપાસમાં ફાયર અને પોલીસ જંગલની તપાસ કરી રહી હતી પરંતુ આની કોઈ જાણકારી મળી નહોતી.આખરે હવે બાળકોની તપાસ થઈ ચૂકી છે.