By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ATS એ કર્યો મોટો ખુલાસો : હિરેન પટેલની હત્યા રાજકીય કાવતરું, કોંગ્રેસ MLAના ભાઈની સંડોવણી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > ATS એ કર્યો મોટો ખુલાસો : હિરેન પટેલની હત્યા રાજકીય કાવતરું, કોંગ્રેસ MLAના ભાઈની સંડોવણી
GeneralPoliticsVadodara

ATS એ કર્યો મોટો ખુલાસો : હિરેન પટેલની હત્યા રાજકીય કાવતરું, કોંગ્રેસ MLAના ભાઈની સંડોવણી

HM News
Last updated: 28/12/2020 10:58 AM
HM News
5 years ago
Share
SHARE

દાહોદ : ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ હત્યા કેસમાં ATSએ હરિયાણામાંથી ઈમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડની હરિયાણાથી ધરપકડ કરી છે.અગાઉ દાહોદ પોલીસ 6 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. ત્રણ મહિના અગાઉ વાહનની ટક્કર મારી કોર્પોરેટર હિરેન પટેલની હત્યા કરવામાં આવી હતી.એટીએસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, હિરેન પટેલની હત્યા રાજકીય છે,ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈના ઈશારે આ રાજકીય હત્યા કરવામાં આવી છે.

ત્રણ મહિના અગાઉ થયેલી આ હત્યામાં સંડોવાયેલા ગોધરાકાંડના આરોપી ઈરફાન પાડા,ઝાલોદના અજય કલાલ,મધ્યપ્રદેશના મહોમ્મદ સમીર,સજ્જનસિંગ ચૌહાણ,બાલારામ ભીલવાડા,સલીમ ઉર્ફે કાળાભાઈ શેખ અને ઈમરાન ગુડાલા સહિત 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.ઈમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડની ધરપકડ કર્યા બાદ ATSની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે.હિરેન પટેલની હત્યા રાજકીય હોવાનું સામે આવ્યું છે.

ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારા હત્યા કેસમાં સામેલ હોવાની માહિતી સામે આવી છે.ઈમરાન અને અમિત કટારાએ મળીને સમગ્ર હત્યાનું કાવતરું રચ્યું હતું.આ હત્યા કેસમાં અન્ય કોઈ રાજકીય આગેવાનની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા દ્વારા ઝાલોદ નગરપાલિકામાં આચરવામાં આવતા કૌભાંડોનો હિરેન પટેલે પર્દાફાશ કર્યો હતો.

ત્રણ માસ અગાઉ હિરેન પટેલની હત્યા કરવામાં આવી હતી.તેઓ સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા,ત્યારે આ નગર સેવકની અકસ્માત કરીને હત્યા કરવામાં આવી હતી.હત્યાના ષડયંત્રનો પર્દાફાશ દાહોદ પોલીસે કર્યો હતો.આ કેસમાં 6 આરોપીઓ ઝડપાયા હતા,જ્યારે કે અન્ય 1 આરોપી ફરાર થયો છે.સમગ્ર કેસ મામલે અમદાવાદ ATS તેમજ રાજ્યની અન્ય એજન્સીઓ કામે લાગી હતી.ત્યારે આજે ગૃહરાજ્ય મંત્રીએ મૃતક હિરેન પટેલના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.તેઓએ કહ્યું કે, સંડોવાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થશે.

હિરેન પટેલના મોતના આઘાતમાં પત્નીનું નિધન

હિરેન પટેલના મોતનો આઘાત સહન નહીં કરી શકતા તેમના પત્નીનું પણ તાજેતરમાં મૃત્યુ થયું છે.રાજકીય હત્યા હોવાની ગંધ આવતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તાજેતરમાં મૃતક હિરેન પટેલના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હત્યા કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવાની ખાતરી આપી હતી.હત્યામાં સામેલ કોઈને પણ નહીં છોડવામાં આવે તેમ પણ જણાવ્યું જાડેજાએ જણાવ્યું હતું અને આ ચકચારી હત્યા કેસની તપાસમાં એટીએસને સામેલ થવા આદેશ કર્યો હતો.

ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર અને ભાજપના નેતા હિરેન પટેલની હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.એટીએસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, હિરેન પટેલની રાજકીય અદાવતમાં હત્યા થઈ છે.ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈના ઈશારે આ રાજકીય હત્યા કરવામાં આવી છે.ઝાલોદના MLA ભાવેશ કટારાના ભાઈ અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારા હત્યા કેસમાં સામેલ હોવાની માહિતી સામે આવી છે.ઈમરાન અને અમિત કટારાએ મળીને સમગ્ર હત્યાનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે.આ હત્યા કેસમાં અન્ય કોઈ રાજકીય આગેવાનની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

અમિતના પિતા બાબુ કટારા ભાજપના પૂર્વ નેતા છે અને તેઓ દાહોદના ભાજપના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે.તેઓ વર્ષ 2004થી વર્ષ 2009 દરમિયાન ભાજપના સાંસદ હતા.કબૂતરબાજીમાં નામ ખૂલ્યા પછી ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા. 2008માં અમેરિકા સાથેના પરમાણુ કરાર મુદ્દે મનમોહનસિંહની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત આવી ત્યારે તેમણે કોંગ્રેસ સરકારને બચાવવા માટે કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article PM મોદીના એક નિવેદનને કારણે ભારત હાર્યુ કેઇર્ન વિરુદ્ધ 1.25 અબજ ડોલરનો કેસ
Next Article ઈડીની નોટિસ, સંજય રાઉત બોલ્યા- ઘરની મહિલાઓને નિશાન બનાવવી કાયરતાનું કામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up