[weather_data]
Breaking News
TRENDING NEWS

Author: HM News

હસન નસરાલ્લાહની હત્યા બાદ હાશેમ હાશિમ સફીદ્દીનને હવે હિઝબુલ્લાહની કમાન સોંપાઈ

હસન નસરાલ્લાહની હત્યા બાદ હિઝબુલ્લાએ તેના નવા વડાની જાહેરાત કરી છે.હસન નસરુલ્લાહના પિતરાઈ ભાઈ હાશેમ હાશિમ સફીદ્દીનને હવે હિઝબુલ્લાહની કમાન સોંપવામાં આવી છે.હાશિમ સફી અલ-દિન 1964 માં ડેર કાનોન એન નાહર દક્ષિણ લેબનોનમાં જન્મેલા એક અગ્રણી લેબનીઝ શિયા મૌલવી અને હિઝબોલ્લાહના વરિષ્ઠ નેતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાશિમ સફીદ્દીન ઈઝરાયેલના હુમલાથી બચી રહ્યો છે.તે હિઝબુલ્લાહની રાજકીય બાબતોનું ધ્યાન રાખે છે.તે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા પણ છે.આ સિવાય તે જેહાદ કાઉન્સિલના અધ્યક્ષ પણ છે,જે સંગઠનના સૈન્ય ઓપરેશનની યોજના બનાવે છે.હાશિમ કાળી પાઘડી પહેરે છે. અમેરિકાએ તેને આતંકવાદી જાહેર કર્યો છે હાશિમ પોતાને પ્રોફેટ મોહમ્મદના વંશજ હોવાનો દાવો કરે છે.પરંતુ
Read more

લેબેનોનમાં બાદ ઈરાનમાં ફફડાટ : સુપ્રિમ લીડર અલી ખામેનેઇ અંડરગ્રાઉન્ડ !

ઈઝરાયલી સેના તરફથી હિઝબુલ્લાહ ચીફ હસન નસરુલ્લાના મોતની પુષ્ટિ બાદ મધ્ય પૂર્વમાં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈને દેશની અંદર આકરી સુરક્ષા વ્યવસ્થાની સાથે સુરક્ષિત સ્થાન પર લઈ જવાયા છે.સુરક્ષિત સ્થાન પર ગયા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતાએ મુસ્લિમોને આહ્વાન કરતાં કહ્યું કે તે લેબેનોનના લોકો અને ગર્વિત હિઝબુલ્લાહની સાથે દરેક શક્ય રીતથી ઊભા થાય અને ઈઝરાયલના દુષ્ટ શાસનનો સામનો કરવામાં તેમની મદદ કરે. ખામેનેઈએ એક નિવેદનમાં કહ્યું, ‘આ વિસ્તારનું ભાગ્ય વિરોધની તાકાતો દ્વારા નક્કી કરવામાં આવશે,જેમાં હિઝબુલ્લાહ સૌથી આગળ હશે.’ હિઝબુલ્લાહ ચીફ મર્યા જવાની પુષ્ટિ આ પહેલા શનિવારે ઈઝરાયલી સેનાએ મોટો દાવો કરતાં કહ્યું છે કે
Read more

ઈઝરાયલે હેઝબોલ્હાના વધુ એક કમાન્ડરને ઠાર કર્યો : બૈરૂત બન્યું કબ્રસ્તાન !

ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ખૂની યુદ્ધ ચાલી રહ્યું છે.ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાહના પ્રમુખ નસરુલ્લાહ સહિતના ટોચના અનેક લોકોને મારી નાખ્યા છે.સેના આખા સંગઠનનો ખાત્મો કરવા માટેના અભિયાનમાં લાગી ગઈ છે. આ જ ક્રમમાં ઈઝરાયલે એરસ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાહના વધુ એક ટોચના કમાન્ડને મારી નાખ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. અમે હિઝબુલ્લાહના ઉપપ્રમુખને ઠાર કર્યો : ઈઝરાયલી સેના મીડિયા અહેવાલો મુજબ ઈઝરાયલી સેનાએ આજે (29 સપ્ટેમ્બર) કહ્યું છે કે, અમારી સેનાએ એરસ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાહના વધુ એક ટોચના અધિકારીને મારી નાખ્યો છે.સેનાએ એક દિવસ પહેલા એરસ્ટ્રાઈક કરી હતી,જેમાં હિઝબુલ્લાહના કેન્દ્રીય પરિષદના ઉપપ્રમુખ નબીલ કૌકનું મોત થયું છે. ઈઝરાયલના દાવા પર હિઝબુલ્લાહ
Read more

ઈઝરાયલ વિફર્યુ ! હિઝબુલ્લાહ બાદ હૌથીઓ પર યમનમાં કરી એરસ્ટ્રાઈક

ઈઝરાયેલે લેબનોનની રાજધાની બૈરુતમાં હુમલો કરી હિઝબુલ્લાહના ચીફ નસરલ્લાહને મારી નાંખ્યા પછી મધ્ય-પૂર્વમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે.યમનના હુથી બળવાખોરોએ બદલો લેવાની ધમકી આપતા ઈઝરાયેલે રવિવારે યમનમાં હુથી બળવાખોરો પર ભયાનક હવાઈ હુમલા કર્યા હતા.ઈઝરાયેલેે લેબનોનમાં પણ 45 આતંકી સ્થળો પર હવાઈ હુમલા કરતા 24 લોકો માર્યા ગયા.આ બધા વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ ઈરાનના ધાર્મિક નેતા ખામનેઈને ધમકી આપતા કહ્યું કે, અમે ઈરાન સહિત સમગ્ર મધ્ય-પૂર્વના ક્ષેત્રમાં હુમલા કરવા સક્ષમ છીએ. હમાસના આતંકીઓએ ગયા વર્ષે ઈઝરાયેલ વિરુદ્ધ શરૂ કરેલો સંઘર્ષ હવે યહુદી દેશની ચારે બાજુ ફેલાઈ ગયો છે.ગાઝાને ખેદાન-મેદાન કરી હમાસનો સફાયો કર્યા પછી ઈઝરાયેલે લેબનોનમાં હીઝબુલ્લા આતંકી સંગઠનને ખતમ
Read more

‘ I will give you a child.. ‘એલોન મસ્કે, ટેલર સ્વિફ્ટને આવું કેમ કહ્યું? મચ્યો ખળભળાટ

એલોન મસ્કે અમેરિકન રાજકારણમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે.દરમિયાન એબીસી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે ઉગ્ર દલીલબાજી બાદ અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટે કમલા હેરિસનું સમર્થન કર્યું છે.સ્વિફ્ટની જાહેરાત બાદ એલોન મસ્ક ગુસ્સે થઈ ગયા અને વિવાદાસ્પદ ટ્વિટ કરી નાખ્યું. એલોન મસ્કની ટ્વીટનો અર્થ શું છે? એબીસી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ગર્ભપાતના મુદ્દે કમલા હેરિસ અને ટ્રમ્પ વચ્ચે સૌથી વધુ ઉગ્ર ચર્ચા થઈ હતી.કમલા હેરિસે કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પે બનાવેલો ગર્ભપાત કાયદો અમેરિકન મહિલાઓનું અપમાન છે.તેમણે કહ્યું કે જો ટ્રમ્પ ફરીથી જીતશે તો તે ફરીથી કરશે.તેના પર ટ્રમ્પે કહ્યું કે ડેમોક્રેટિક પાર્ટીના
Read more

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ બીજું એક ફરમાન, અઝાનના સમયે નહિ કરી શકે પૂજા અને કીર્તન

બાંગ્લાદેશ, 12 સપ્ટેમ્બર : બાંગ્લાદેશમાં શેખ હસીનાના સત્તા પરિવર્તન બાદથી હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં કુલ 300 થી વધુ હિન્દુ પરિવારો અને તેમના ઘરો પર હુમલા કરવામાં આવ્યા છે અને હિંદુઓ વિરુદ્ધ મોબ લિંચિંગની ચાર ઘટનાઓ નોંધવામાં આવી છે. 10 થી વધુ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી.ઉપરાંત, અત્યાર સુધીમાં 49 હિંદુ શિક્ષકોએ રાજીનામું આપી દીધું છે અને વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.બાંગ્લાદેશની હાલત પાકિસ્તાન જેવી થઈ ગઈ છે અને હિંદુઓની હત્યા કે હિંદુઓ વિરુદ્ધ કાર્યવાહી બંને સામાન્ય બની ગયા છે.એટલું જ નહીં, હિન્દુઓની હત્યા કરનારા આતંકવાદીઓને પણ
Read more

ગુજરાત : રેરાનો બિલ્ડરને આદેશ, ગ્રાહકોને બ્રોશરમાં જે સુવિધા દર્શાવો છો તે આપો

– નવી સ્કીમમાં ઘર ખરીદનાર એક ફલેટધારકે ગુજરેરામાં ફરિયાદ કરી હતી – વડોદરાના એક ડેવલપરને સોસાયટીમાં વચનબદ્વ સુવિધાઓ પૂરી પાડવા આદેશ – તમામ ડેવલપર્સને એમિનિટીઝ પ્રમાણે સુવિધા આપવા રેરાએ આદેશ કર્યો ગુજરાતમાં રેરાનો બિલ્ડરને આદેશ,ગ્રાહકોને બ્રોશરમાં જે સુવિધા દર્શાવો છો તે આપો.તેમાં નવી બાંધકામ સ્કીમમાં ડેવલપર્સે દર્શાવેલી સ્વિમીંગપૂલ,કાફે સહિતની એમિનિટીઝ મુજબ ફલેટ ધારકોને નહીં આપતાં ગ્રાહકો રેરાનો સંપર્ક કરે છે.જેથી રેરાએ લોક હિતમાં તમામ ડેવલપર્સને એમિનિટીઝ પ્રમાણે સુવિધા આપવા રેરાએ આદેશ જારી કર્યો છે.વડોદરના ડેવલપર્સને આવી જ ફરિયાદમાં રેરાએ કરેલો આદેશ દાખલારૂપ છે. વડોદરાના એક ડેવલપરને સોસાયટીમાં વચનબદ્વ સુવિધાઓ પૂરી પાડવા આદેશ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) વડોદરાના એક
Read more

PM નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ

ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ,પીડીઇયુ, ગિફ્ટ સિટી,રાયસણ,રાંદેસણ,ધોલાકુંઆ સર્કલ,ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે.મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી,સુરક્ષિત અને વાજબી બનશે.આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે,જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે.તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ
Read more

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત પોલીસનું એવોર્ડથી વિશેષ સન્માન

– છેલ્લા 9 માસમાં નોંધાયેલા સાયબર ગુનાઓમાં ગુજરાત સાયબર સેલ દ્વારા ત્વરિત એક્શન લઇને છેતરપિંડીની રૂ.208.79 કરોડથી વધુ રકમ ફ્રીઝ કરીને સાયબર ચિટરોના હાથમા જતી બચાવી ગુજરાત પોલીસનાં સાયબર સેલ દ્વારા હેલ્પલાઇન નં.1930ના ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ થકી રાજ્યના નાગરિકોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રાખવા બદલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે દિલ્હી ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને એવોર્ડથી વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે.જાગૃત નાગરિકોના સહકારથી અને ગુજરાત પોલીસની ત્વરિત કામગીરીના પરિણામે ગુજરાતને આ ગૌરવ મળ્યું છે.સ્ટેટ સાયબર સેલ દ્વારા લેવામાં આવેલા રેપિડ એક્શન અને ફ્રોડમાં ગયેલા નાણાની રિકવરી તથા ફ્રોડની રકમ જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હોય તે
Read more

આગામી 24 કલાક દરમિયાન આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં થોડા વિરામ બાદ રાજ્યનાં દક્ષિણ,મધ્ય અને ઉત્તરના ભાગોમાં મેઘરાજા વરસી રહ્યા છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.જેમાં હજી 24 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.હવામાન વિભાગ અનુસાર હાલમાં ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે.તેને કારણે ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.આ ત્રણ સિસ્ટમમાં માનસુન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધીનો ઓફ શોર ટ્રફ જવાબદાર રહેશે.તેને કારણે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને પૂર્વ કરફ મધ્ય પ્રદેશ સાથે જોડાયેલા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ
Read more
1 2 3 4 5 2,120

Most Read