-સૌરવ ગાંગુલીના ભાઈએ જાણકારી આપી છે કે તે સ્થિર છે અને સાવચેતીના ભાગરૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બીસીસીઆઈના એક સૂત્રએ આ માહિતી આપી છે.સૌરવ ગાંગુલીના ભાઈએ જાણકારી આપી છે કે તે સ્થિર છે અને સાવચેતીના ભાગરૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ વર્ષ જ સૌરવ ગાંગુલીના હૃદયમાં સ્ટેન્ટ નાખવામાં આવ્યા હતા,તેથી જ ડૉક્ટર્સ તેમને લઇને કોઈ જોખમ લેવા માંગતા નથી અને તેમને હોસ્પિટલમાં દાખલ થવા માટે કહ્યું હતું.ગાંગુલીને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ગાંગુલીને સોમવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ગાંગુલીના ભાઈ સ્નેહાશીષ ગાંગુલીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે,સૌરવની તબિયત સ્થિર છે,આ વર્ષની શરૂઆતમાં તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી,તેથી સાવચેતીના ભાગરૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જો કે,ગાંગુલીને કોવિડની બંને રસી મળી ચૂકી છે,પરંતુ ક્રિકેટ માટે તેમને ઘણી વિદેશ યાત્રા પર જવું પડતું હોવાથી જોખમ હંમેશા રહે છે.49 વર્ષીય સૌરવ ગાંગુલીનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે,આ વર્ષની શરૂઆતમાં ગાંગુલીને હાર્ટ સંબંધિત સમસ્યાને કારણે બે વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ગાંગુલી માર્ચમાં કામ પર પરત ફર્યા હતા.

