Wednesday, April 23, 2025
🌤️ 39.3°C  Surat
Breaking News
TRENDING NEWS

BIG BREACKING : ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ લોકસભાની ચૂંટણી સુધી યથાવત રહેશે

Table of Content

લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, પાંચ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલાશે.ત્યારે આજે ભાજપે ચાર રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી દીધી છે.પરંતું સીઆર પાટીલ અંગે કોઈ ખુલાસો કરવામા આવ્યો નથી.તેથી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ નહિ બદલાય તે સાબિત થઈ ગયું છે.ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલ યથાવત રહેશે.સી.આર પાટીલ લોકસભા ચૂંટણી સુધી ગુજરાતમાં જ રહેશે.

ચાર રાજ્યોના પ્રદેશ પ્રમુખની જાહેરાત

4 રાજ્યોમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે.જેમાં આંધ્રપ્રદેશના નવા ભાજપ અધ્યક્ષ ડી પુરંદેશ્વરી બનાવાયા છે.ઝારખંડમાં ભાજપની કમાન બાબુલાલ મરાંડીને સોંપાઈ છે.સુનીલ ઝાખડને પંજાબના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે.તો જી કિશન રેડ્ડી તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા છે.ત્યારે ગુજરાત માટે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરીને આડકતરી રીતે ભાજપે સાબિત કરી દીધુ કે, ગુજરાતમાં પાટીલ નહિ બદલાય સી.આર પાટીલની આગેવાનીમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડાશે.પાટીલ લોકસભા ચૂંટણી સુધી ગુજરાતમાં જ રહેશે એ નક્કી છે.

ગુજરાતમાં પાટીલન બદલવાનું ભાજપે રિસ્ક ન લીધું

લોકસભાની ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશમાં આ વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે, આ પહેલાં એમપીની કમાન કોઈ મોટા નેતાને સોંપવામાં આવી શકે છે તેવી ચર્ચા હતી.આ સિવાય અન્ય કેટલાક રાજ્યોમાં પણ ફેરફાર કરવાની ભાજપની તૈયારી છે.જોકે, ગુજરાતમાં સી.આર પાટીલ બદલાય તેવી સંભાવના નહિવત હતી તે પહેલેથી જ ચર્ચાતુ હતું.ગુજરાતમાં સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ ભાજપ વધુ મજબૂત બન્યું છે.લોકસભાની ચૂંટણી સમયે ભાજપના 26માંથી 26 લોકસભાની સીટ જીતવાના લક્ષ્યાંક વચ્ચે પાટીલને ભાજપ દિલ્હી લઈ જવાનું રિસ્ક લે તેવી શક્યતા ઓછી હતી.દેશમાં 5 રાજ્યોના નવા પ્રદેશ પ્રમુખો જાહેર થાય તો પણ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બદલાય તેવી શક્યતા નહિવત હતી.એટલે ભલે 5 રાજ્યના પ્રમુખો બદલાય પણ પણ સીઆર પાટીલની કામગીરીથી હાઈકમાન ખુશ હોવાથી ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ નહીં બદલાય અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સીઆર પાટીલના અધ્યક્ષપદ હેઠળ જ લડાય તેવી સંભાવનાઓ વધુ હતી.મોદી સરકારના કેબિનેટ મંત્રીમંડળમાં ફેરફાર થવાની સંભાવનાઓ વચ્ચે ભાજપ પાટીલને દિલ્હી લઈ જઈ 156 સીટોની જીતનો શિરપાંવ આપે તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી હતી,પણ પાટીલને દિલ્હી ખસેડી ગુજરાત ભાજપમાં સખળ ડખળ ચાલું થાય તેવા ડરે હાઈકમાન રિસ્ક નહીં લે તેવી વાત પણ એટલી જ સાચી હતી.ભાજપ જે ચાર રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ બદલ્યા છે,તેમાં તેલંગાણા,પંજાબ,મધ્યપ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.

HM News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

Recent News