– મોટા વેપારીઓને ત્યાં દરોડા પાડતા ફફટાટ વ્યાપ્યો
– મોટાપાયે બેનામી સંપત્તિ મળવાની શક્યતા
અમદાવાદ,તા.17 જાન્યુઆરી 2023,મંગળવાર : અમદાવાદ અને કચ્છમાં એક સાથે આઇટી વિભાગ ત્રાટક્યુ છે.સ્ટીલના બિઝનેસ સાથે સંકળાયેલા ગ્રુપ પર તવાઇ હાથ ધરી છે.મોટા વેપારીઓને ત્યાં દરોડા પાડતા ફફટાટ વ્યાપ્યો છે.એક સાથે 15થી વધારે જગ્યાએ આવકવેરા વિભાગ ત્રાટક્યુ છે.
મળતી માહિતી મુજબ અમદાવાદના ડીલર અને જર્મન TMX ને ત્યાં આઇટી વિભાગે મોટી કાર્યવાહી કરી છે.આવકવેરા વિભાગ દ્વારા દસ્તાવેજોની સકાચણી પણ કરવામાં આવી રહી છે.અહીંથી મોટાપાયે બેનામી સંપત્તિ મળે તેવી શક્યતા છે.આવકવેરા વિભાગ દ્વારા હાલ 18 જેટલી જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.આ સર્ચ ઓપરેશન દરમ્યાન કેટલી બેનામી સંપત્તિ મળી છે તેની સાચી હકીકત સામે આવશે.
આવકવેરા વિભાગ દ્વારા 18 જગ્યાએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે તેમાં સ્ટીલના ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ,તેના પાર્ટનર,ઘર અને ઓફીસ પર મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.અમદવાદાના પાલડી વિસ્તારમાં આવેલી ડિલર હોટલમાં સ્ટીલ કંપનીના માલિકની એક ઓફીસ છે ત્યાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.અહીં ડિઝીટલ દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે.આવકવેરા વિભાગના આ મેગા સર્ચ ઓપરેશનમાં મોટા પાયે બેનામી સંપત્તિ બહાર આવવાની શક્યતા છે.