અમદાવાદ – સુરત,તા. 20 મે 2022,શુક્રવાર : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI)ની એક ટીમે ગુજરાત કેડરના IAS ઓફિસર કે.રાજેશના નિવાસસ્થાને ગાંધીનગરમાં અને તેમના મૂળ વતન આંધ્ર પ્રદેશમાં દરોડા પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.કે રાજેશ અને વિવાદને જુનો સંબંધ છે અને તેમની સામે ભૂતકાળમાં થયેલા આક્ષેપોની ગુજરાત સરકારની એક ઉચ્ચસ્તરીય ટીમ તપાસ પણ ચલાવી રહી હતી.
કે રાજેશ 2010 બેચના ગુજરાત ખાતેના IAS ઓફિસર છે.મૂળ આંધ્ર પ્રદેશમાં જન્મેલા રાજેશે પોંડીચેરી સેન્ટ્રલ યુનિવર્સીટીમાંથી ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનીક્સમાં એન્જીનીયરીંગ કર્યું છે અને એ જયારે UPSC પાસ કરી ત્યારે દેશમાં 103માં ક્રમે હતા.વર્ષ 2013માં તેમનું પહેલું પોસ્ટીંગ જૂનાગઢમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે અને પછી સુરતમાં આ જ પદ ઉપર હતા.આ પછી સુરત જીલ્લા વિકાસ અધિકારી અને પછી સુરેન્દ્રનગર કલેકટર હતા.
સુરેન્દ્રનગર કલેકટર તરીકેની કામગીરીમાં એમણે એક જંગી જમીન કૌભાંડ પકડ્યું હતું.ચોટીલા ખાતે એક જમીન કૌભાંડમાં ત્રણ સરકારી ઓફિસર સામે તેમણે ફરિયાદ કરી હતી.આ કૌભાંડમાં જમીનના ખોટા દસ્તાવેજો ઉપર કરી કથિત રૂપે આ ત્રણ અધિકારીઓએ 300 થી 800 એકર જમીન બારોબાર વેચી દેવામાં કોઈને મદદ કરી હોવાનો આરોપ હતો.
સુરેન્દ્રનગરથી રાજેશની બદલી ગૃહ ખાતામાં લો એન્ડ ઓર્ડર વિભાગના જોઈન્ટ સેક્રેટરી નિમાયા હતા પણ એક જ સપ્તાહમાં તેમની ફરી બદલી કરી દેવામાં આવી હતી. પાટનગરના સુત્રો જણાવે છે કે જૂન 2021માં થયેલી આ વારંવાર બદલી માટે રાજેશ સામે એન્ટી કરપ્શન ડીપાર્ટમેન્ટની ફરિયાદો હતી.આ ફરિયાદોમાં સુરેન્દ્રનગર કલેકટર તરીકે તેમની સામે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ થયા અને તેની ગંભીર નોધ લઇ તેમની બદલી GADમાં વહીવટી સચિવ તરીકે કરવામાં આવી હતી.
CBIના સૂત્રોએ જણાવ્યું હતું કે, અધિકારી પર જમીનના શંકાસ્પદ સોદામાં હાથ હોવાનો અને લાંચ લીધા બાદ હથિયારનું લાઈસન્સ આપવાનો આરોપ છે.આ તમામ પ્રાથમિક માહિતીને ધ્યાનમાં લીધા બાદ ગુરૂવારે CBIના દિલ્હી યુનિટમાં કે. રાજેશ વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી.
CBIન ટીમે ગાંધીનગરમાં દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે.આઈએએસ કે. રાજેશને ત્યાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે.આઈએએસ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.CBIન ટીમે ગાંધીનગરમાં દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. આઈએએસ કે. રાજેશને ત્યાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે.આઈએએસ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.દિલ્હીની CBI ટીમે દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. નોંધનિય છે કે, કે. રાજેશ સુરેન્દ્રનગર કલેક્ટર રહી ચૂક્યા છે.આ દરોડ મોડી રાતે પાડવામાં પાડવામાં આવ્યા હતા.આંધ્રપ્રદેશના વતની અને વર્ષ 2011ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે કે. રાજેશ.આ કાર્યવાહી ગાંધીનગર,સુરત અને સુરેન્દ્રનગરમાં કરવામાં આવી છે. આ ઉપરાંત બંદૂક લાયસન્સ માટે મંજૂરી આપવામાં પણ લાંચ લીધી હોવાનો આરોપ આઈએએસ ઉપર લગાવવામાં આવ્યો છે.
મેમણની ધરપકડ કરવામાં આવી
દરોડાના સંદર્ભમાં સીબીઆઈ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુરુવારે મોડી રાત્રે ગાંધીનગરમાં આઈએએસ અધિકારીના નિવાસસ્થાન અને સુરતમાં કેટલાક અન્ય પરિસરમાં તેમજ આંધ્રપ્રદેશમાં તેમના વતન પર સર્ચ કરવામાં આવ્યું હતું.સીબીઆઈએ જણાવ્યું કે ટીમે આઈએએસ અધિકારીના વચેટિયા તરીકે કામ કરતા મોહમ્મદ રફીક મેમણની સુરતમાંથી ધરપકડ કરી છે.આરોપ છે કે મેમણ તેમના માટે લાંચના પૈસા એકઠા કરતો હતો.
પહેલેથી જ ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે
આ સાથે ગૃહ વિભાગ હેઠળ આવતા ACB દ્વારા તેમની વિરૂદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.જેથી તેમની ગૃહ વિભાગમાંથી પણ બદલી કરવામાં આવી હતી. એડિશનલ ચીફ સેક્રેટરી રેન્કના નિવૃત્ત અધિકારી દ્વારા તેમની સામે પહેલેથી જ ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે.
અત્રે નોંધનીય છે કે જમીનની ફાઈલો ક્લીયર કરવામાં તથા હથિયાર લાયસન્સ ઇસ્યુ કરવામાં જંગી ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હાલ તે સામાન્ય વહીવટ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે કામ કરી રહ્યા છે.આ ઉપરાંત કે.રાજેશ જયારે સુરતમાં ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે પણ ઘણા વિવાદો અને જમીનોમાં ભ્રષ્ટાચાર કરવામાં પણ પંકાયેલા હતા.સુરત જિલ્લા પંચાયત મસમોટાં જમીન કૌભાંડો આચરી તેના વચેટિયા રફીક મેમણ મારફતે કરોડો રૂપિયા એકઠાં કર્યા હોવાની ચર્ચા છે.સીબીઆઈએ રફીક મેમણની ધરપકડ કરી
હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આવનારા દિવસોમાં સુરત જિલ્લા પંચાયતમાં જે તે સમયે આચરાયેલાં જમીનોના વ્યહવારો અંગે પણ સીબીઆઈ તપાસના હાલના તબ્બકે ઍંધાણ વર્તાય રહ્યા છે.


