By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Big Breaking : શાહરૂખ ખાનને મોટો ઝટકો, કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Big Breaking : શાહરૂખ ખાનને મોટો ઝટકો, કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી
GeneralNational

Big Breaking : શાહરૂખ ખાનને મોટો ઝટકો, કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી

HM News
Last updated: 20/10/2021 9:53 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર કોર્ટનો નિર્ણય આવી ગયો છે જે બોલીવુડ સુપરસ્ટાર માટે મોટા ઝટકા સમાન છે.સ્પેશિયલ NDPS કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે.ડ્રગ્સ કેસમાં આર્યનની જામીન અરજી પર 14 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટમાં જજે વકીલોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.

અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.કોર્ટે ડ્રગ્સ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવવા દરમિયાન શાહરૂખ ખાનના દીકરાની જામીન અરજીને નકારી દીધી હતી.ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનની જામીન અરજીને છેલ્લા કેટલાક દિવસોથી આગલી તારીખ પર ધકેલવામાં આવી રહી હતી.ગત 14 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટમાં જજે વકીલોની દલીલ સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

આ બધા વચ્ચે એક સ્ફોટક વાત સામે આવી છે.જાણવા મળ્યા મુજબ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાન સાથે બોલિવુડની એક ઉભરતી અભિનેત્રી સાથેની ચેટ પણ એનસીબીને હાથ લાગી છે.તે ચેટ્સમાં નશા અંગે વાતચીત થઈ રહી હતી.કોર્ટમાં દલીલ દરમિયાન એનસીબીની ટીમે આરોપીઓની જે ચેટ્સ કોર્ટને સોંપી છે તેમાં આર્યન સાથે આ અભિનેત્રીની ચેટ્સ પણ સામેલ છે.તે સિવાય આર્યનની કેટલાક ડ્રગ પેડલર્સ સાથેની ચેટ્સ પણ કોર્ટને સોંપવામાં આવી હતી.

બંને પક્ષની દલીલો

એનસીબીના કહેવા પ્રમાણે આર્યન ઈન્ટરનેશનલ ડ્રગ પેડલર્સ સાથે કનેક્શન ધરાવે છે.આ એક મોટું ષડયંત્ર છે જેની તપાસ થાય તે જરૂરી છે.આર્યન અરબાઝ પાસેથી ડ્રગ્સ લેતો હતો.આ તરફ આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ સ્ટારકિડની ધરપકડને પાયાવિહોણી ગણાવી છે.તેમના કહેવા પ્રમાણે આર્યન પાસેથી કોઈ જ ડ્રગ્સ નથી મળી આવ્યું.તે સિવાય એનસીબીને કોઈ રોકડ પણ નથી મળી.જે વ્યક્તિએ આર્યનને પાર્ટીમાં બોલાવેલો તેની ધરપકડ નથી થઈ.આર્યનને મુનમુન ધમેચા સાથે કોઈ જ કનેક્શન નથી.

આવકવેરાની વેબસાઇટ પર GST ટર્નઓવર દર્શાવવાની કવાયત શરૂ
લોનધારકો માટે ખુશખબર, કોરોનાને ધ્યાને રાખીને કેટલાક મહિના માટે લોનના હપ્તાઓમાં મળશે રાહત
‘ભાજપ-કોંગ્રેસ જાગે’ : હિન્દુ બહુમતિ વિસ્તારમાં મુસ્લિમને સરપંચ તરીકે ચૂંટતા લોકો !!
ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેરઃ ૧૫ના મોત, નાયબ સ્વાસ્થ્ય મંત્રી વાઇરસની ચપેટમાં
Быстрые микрозаймы в Астане онлайн
Share This Article
Facebook Email Print
Previous Article ઈન્ડોનેશિયામાં અજાનના લાઉડસ્પીકરનો અવાજ ઘટાડવામાં આવ્યો, લોકોએ કરી હતી ડિપ્રેશન અને ચિડીયાપણાની ફરિયાદ
Next Article ચીને ઉઇગર મુસ્લિમો પરના અત્યાચારના આરોપીને તિબેટમાં કમ્યુનિસ્ટ પાર્ટીના વડા બનાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up