By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: BIG BREAKING : સંજય રાઉતનો બળવાખોરોને પડકાર- સામે આવીને વાત કરો; એકનાથ શિંદે ગુવાહાટીથી મુંબઈ જવા રવાના
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > BIG BREAKING : સંજય રાઉતનો બળવાખોરોને પડકાર- સામે આવીને વાત કરો; એકનાથ શિંદે ગુવાહાટીથી મુંબઈ જવા રવાના
GeneralMumbaiPolitics

BIG BREAKING : સંજય રાઉતનો બળવાખોરોને પડકાર- સામે આવીને વાત કરો; એકનાથ શિંદે ગુવાહાટીથી મુંબઈ જવા રવાના

HM News
Last updated: 24/06/2022 9:00 AM
HM News
4 years ago
Share
SHARE

મહારાષ્ટ્ર રાજકીય સંકટનો આજે ચોથો દિવસ છે. મહારાષ્ટ્રના રાજકારણની આ લડાઈ હવે આર-પારની લડાઈ બની ગઈ છે.સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને પડકારતા જણાવ્યું હતુ કે ધારાસભ્યોએ વાત કરવા માટે મુંબઈ આવવું જોઈએ.રાઉતે આ પડકાર કર્યાની 50 મિનિટ બાદ જ એકનાથ શિંદે ગુવાહાટીથી મુંબઈ જવા માટે રવાના થઈ ગયા છે. રાઉત બપોરે 12.20 કલાકે એવું કહ્યું હતું કે બળવાખોરોએ અહીં આવીને પોતાની તાકાત બતાવવી જોઈએ, ત્યારબાદ શિંદે બપોરે 1:10 વાગ્યે ગુવાહાટીથી મુંબઈ જવા નીકળી ગયા હતા.

સુત્રો મુજબ શિંદે મુંબઈ પહોંચીને ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલની સાથે મુલાકાત કરી શકે છે.શિંદે ધારાસભ્યોનાં સમર્થનવાળો લેટર પણ જિરવાલને સોંપી શકે છે.

આજના 2 મોટા નિવેદનો…

1. સંજય રાઉતે કહ્યું- વાતચીતનો સમય પૂરો થઈ ગયો છે.હવે બળવાખોરોને બતાવીશું કે શિવસેના શું છે? હવે અમે હાર નહીં માનીએ. ફ્લોર ટેસ્ટ થયા બાદ બધુ સ્પષ્ટ થઈ જશે.મુંબઈ આવીને લડો,પછી પરિણામ દેખાશે.

2. એકનાથ શિંદેએ કહ્યું- ઉદ્ધવ સરકાર જોખમમાં આવી ગઈ છે.અમારા ધારાસભ્યોને ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.અમને કોઈ ડરાવી શકશે નહીં અમારી પાસે શિવસેનાના 39 અને અપક્ષનાં 14 ધારાસભ્યો છે.

ઉદ્ધવ ઠાકરેની બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના ચોથા દિવસે ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે.સૂત્રોના જણાવ્યા મુજબ એકનાથ શિંદે સાથે બળવો કરનારા લગભગ 40 ધારાસભ્યોના PSO (ખાનગી સચિવ અધિકારીઓ, કમાન્ડો અને કોન્સ્ટેબલ) વિરુદ્ધ સરકાર કાર્યવાહી કરશે.આ તમામ PSOએ રાજ્ય છોડતી વખતે વહીવટીતંત્ર અને ગુપ્તચર વિભાગને જાણ કરી ન હતી. તેથી તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, CMOએ તમામ જિલ્લા કલેક્ટરોને સંબંધિત જિલ્લાના ધારાસભ્યોના આ અધિકારીઓને કારણ જણાવો નોટિસ ફટકારવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.આ તરફ શરદ પવાર અને સંજય રાઉતની મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટિલ સાથે બેઠક શરૂ થઈ ગઈ છે.બેઠક પહેલા રાઉતે કહ્યું હતું કે, ભલે કોઈ કાગળ પર મજબૂત હોવાનો દાવો કરે, પરંતુ આગળની પ્રક્રિયા કાયદેસર રીતે જ કરવામાં આવશે.

મહારાષ્ટ્ર રાજકીય સંકટનો આજે ચોથો દિવસ છે.શિવસેનાના ધારાસભ્યોનો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને છોડીને એકનાથ શિંદે સાથે આવવાનો સિલસિલો ચાલુ છે.શુક્રવાર સવારે શિવસેનાના વધુ બે ધારાસભ્યો મુંબઈથી ગુવાહાટી રવાના થયા છે.જેમા ચાંદીવલીના ધારાસભ્ય દિલીપ લાંડે અને ગુહાગરના ધારાસભ્ય ભાસ્કર જાધવ છે.વધુ 5 અપક્ષ ધારાસભ્યો સાંજ સુધીમાં એકનાથ શિંદે સાથે જોડાય શકે છે.

આમ શિંદે પાસે શિવસેનાના 39 ધારાસભ્યો અને અપક્ષના 14ધારાસભ્યો મળીને કુલ 53 ધારાસભ્યો છે.આ સંખ્યા વધી શકે છે.

મહારાષ્ટ્રમાં જારી રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના બંડખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ ખુદને ધારાસભ્ય દળના નેતા ઘોષિત કરી દીધા છે.તેમણે ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલને એક પત્ર મોકલ્યો છે,જેમાં તેમના સમર્થનમાં 37 ધારાસભ્યોના હસ્તાક્ષર છે.શિંદેએ આ પત્રની એક-એક કોપી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને વિધાન પરિષદના સચિવ રાજેન્દ્ર ભાગવતને પણ મોકલી છે.

મહારાષ્ટ્ર રાજકીય સંકટમાં આજે શું થશે?

શિંદે આજે ભાજપ સાથેના ગઠબંધનને લઈને મોટી જાહેરાત કરી શકે છે.
ઉદ્ધવ ઠાકરે શિવસેનાના જિલ્લા પ્રમુખો સાથે વાત કરશે.
આજે બધાની નજર ડેપ્યુટી સ્પીકર રહરિ જિરવાલ પર રહેશે. ઉદ્ધવે 12 બળવાખોર ધારાસભ્યોના નામ આપી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.સામે એકનાથ શિંદેએ પોતાને ધારાસભ્ય દળના નેતા બનાવી ડેપ્યુટી સ્પિકરને પત્ર લખ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં છે.તેઓ અમિત શાહને મળશે.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના નેતા એકનાથ શિંદેનો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં શિંદે તમામ ધારાસભ્યોની સાથે વાતચીત કરી રહ્યાં છે.અહીં શિંદેએ ધારાસભ્યોને કહ્યું કે આપણાં દરેક નિર્ણયની સાથે એક મહાશક્તિ,રાષ્ટ્રીય દળ ઊભો છે.શિંદેએ ભાજપનું નામ લીધા વગર કહ્યું કે આપણાં દરેક નિર્ણયની સાથે એક મહાશક્તિ રાષ્ટ્રીય દળ ઊભો છે.તેમને (ભાજપનું નામ લીધા વગર) કહ્યું કે આપણાં દરેક નિર્ણયમાં આપણી સાથે રહેશે.કંઈ પણ ઘટવા નહીં દે.

રાત્રે લગભગ સાડા 9 વાગ્યે ગુવાહાટીની રેડિસ હોટલમાં વધુ 7 લોકો પહોંચ્યા છે. જેમાં બે MLA અને 1 MLC છે. બાકી સ્ટાફ છે. મળતી માહિતી મુજબ બળવાખોર ધારાસભ્યોની સંખ્યા હજુ વધી શકે છે.તો શિવસેનાના નવનિયુક્ત ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરીએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને પત્ર લખીને તે ધારાસભ્ય વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી છે જે બુધવારે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થયા ન હતા.

ભાજપ પણ સરકાર બનાવવાની તૈયારીમાં

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકાર બનાવવા અને આગળની પ્રક્રિયાને લઈને મહારાષ્ટ્ર ભાજપમાં પણ બેઠક શરૂ થઈ ગઈ છે. ભાજપે શિંદેને મહારાષ્ટ્ર મંત્રીમંડળમાં 8 કેબિનેટ રેન્ક અને 5 રાજ્ય મંત્રી રેન્કની ઓફર આપી છે. સાથે જ કેન્દ્રમાં પણ 2 મંત્રી પદ આપવાની રજૂઆત કરી છે.

ઉદ્ધવની પાસે હવે શું વિકલ્પ છે?

ઉદ્ધવની પાસે હવે 2 વિકલ્પ છે. પહેલો શરદ પવારની વાત માનીને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરે.જો કે શિંદે મહાવિકાસ અઘાડીની સાથે સરકારમાં રહેવાનો ઈનકાર કરી ચુક્યા છે.બીજો ફ્લોર ટેસ્ટનો છે.સંજય રાઉત ફ્લોર ટેસ્ટની વાત કરી ચુક્યા છે.

રાજકીય સંકટના પહેલા દિવસે શું-શું થયું?

શિવસેનાના લગભગ 14 ધારાસભ્ય એકનાથ શિંદેની સાથે સૂરત પહોંચ્યા.અહીં તમામ ધારાસભ્ય હોટલ લી મેરેડિયનમાં રોકાયા.ધારાસભ્યોના બળવાને જોતા ઉદ્ધવ ઠાકરેએ બે દૂતને સમજૂતી માટે મોકલ્યા. તો શરદ પવારે કહ્યું શિવસેનાનો આ ઈન્ટરનલ મામલો છે. એક ધારાસભ્ય નીતિન દેશમુખના પત્નીએ અકોલા પોલીસ સ્ટેશનમાં પતિ ગુમ થયાં હોવાની રિપોર્ટ નોંધાવી.

રાજકીય સંકટના બીજા દિવસે શું-શું થયું?

રાજકીય ઘમાસાણ વચ્ચે ઉદ્ધવે મુખ્યમંત્રી નિવાસસ્થાન છોડ્યું. ઉદ્ધવે ફેસબુક લાઈવ કરીને કહ્યું- શિંદે મારી સાથે વાત કરે, હું ખુરશીની સાથે જ શિવસેનાના અધ્યક્ષનું પદ પણ છોડી દઈશ. તો શરદ પવારે ઉદ્ધવને સલાહ આપી કે મુખ્યમંત્રી એકનાથ શિંદેને જ બનાવી દો,પાર્ટી તૂટવાથી બચી જશે.આ બાજુ ગુવાહાટીમાં બેઠેલા શિંદેએ શિવસેનાના ચીફ વ્હિપ સુનીલ પ્રભુને હટાવ્યા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાશિદ ખાને અફઘાનિસ્તાન ભૂકંપમાં સર્વસ્વ ગુમાવનાર માસૂમની તસવીર શેર કરી, લોકોને મદદ કરવા વિનંતી કરી
Next Article સરકાર જ નહીં સમગ્ર શિવસેના પક્ષ જ હાઈજેક કરી લેવાનો શિંદેનો પ્લાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up