સોશિયલ મીડિયા પર ભાજપના નેતા તેજીંદર પાસ સિંહ બગ્ગા અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી વચ્ચે સતત પ્રહારો ચાલતા રહે છે.એક ફોટોમાંથી શરૂ થયેલી આ કહાની હવે વીપી સિંહની સરકાર સુધી પહોંચી ગઈ છે.
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકારની વિદેશ અને નાણા નીતિ વિરુદ્ધ લખતા રહે છે.કેટલીય વાર આ નીતિઓ વિરુદ્ધ સ્વામીના બોલવાથી ભાજપ ખુદ અસહજતા અનુભવી રહ્યુ છે.પણ પોતાના બિંદાસ સ્વભાવના સ્વામીને ભાગ્યે જ આવી કોઈ વાતનો ફરક પડતો હશે.સ્વામીની આ જ ટીકાઓને લઈને ભાજપના યુવા મોર્ચાના નેશનલ સેક્રેટરી તેજીંદર પાલ બગ્ગાએ એક ફોટો શેર કરીને સ્વામી પર વિપક્ષ સાથે હાથ મિલાવાનો આરોપ લગાવ્યો હતો.બાદમાં તે ફોટો નકલી નિકળ્યો હતો. જે બાદ સ્વામીએ કાર્યવાહી કરવાની માગ કરી હતી.અહીંથી બંને નેતાઓ વચ્ચે વિવાદ શરૂ થયો છે.આ વાત એટલા સુધી આવી ગઈ કે, સરકાર પાડી દેવા સુધી પહોંચી ગઈ હતી.
આ બાબતને લઈને પલટવાર કરતા સ્વામીએ એક રિપ્લાઈ કરતા કહ્યુ કે, મેં વીપી સિંહની સરકારની પણ પાડી દીધી હતી અને રાજીવ ગાંધીના સમર્થનમાં ચંદ્રશેખરની સરકાર બનાવી હતી.પછી મેં ભાજપ વિરુદ્ધ પીવીએનઆર સરકારની મદદ કરી.મને અફસોસ ન કરાવો.હું આરએસએસ અને વિહિપના આશિર્વાદથી ભાજપમાં આવ્યો છું.વિચારધારા મહત્વ ધરાવે છે.
આ જ રિપ્લાઈનો સ્ક્રીનશોટ શેર કરતા બગ્ગાએ સ્વામી વિરુદ્ધ ટ્વીટમાં અમુક વાંધાજનક વાતો પણ કહી દીધી હતી. બગ્ગાએ કહ્યુ કે, આ ધમકીઓ બીજા કોઈને જઈને આપજો. આ મોદી છે, તમારા જેવા 3600 ખતમ કરવા આવ્યા અને ગયાં.આ અગાઉ સ્વામીએ કહ્યુ હતું કે, ભાજપમાં આવતા પહેલા બગ્ગા કેટલીય વાર જેલમાં જઈ આવ્યો છે.જો આ વાત સાચી હોય તો નડ્ડાએ એક્શન લેવી જોઈએ.ત્યાર બાદ બગ્ગાએ પણ પટલવાર કર્યો કે, મારી ઉપર લાગેલા આરોપ સાબિત કરવા માટે આપની પાસે 48 કલાકનો સમય છે.આ બંનેએ એકબીજા પર આરોપ લગાવતા કેટલાય ટ્વિટ કર્યા હતા.આ બંનેની લડાઈમાં હજૂ સુધી પાર્ટીએ પડવાનું વિચાર્યુ નથી. ભાજપ તેનાથી દૂર છે.


